Books Are Our Best Friends.

“દરેક પુસ્તક વાંચવાનું શરૂ કરો. એને પૂરું કરવું જરૂરી નથી”… જે પુસ્તક વાંચવાની શરૂઆત કરીએ તે પુસ્તક પૂરું કરવું જ જોઈએ એવી લાગણી સામાન્ય રીતે દરેકને મનમાં થતી હોય છે. કેટલાક પુસ્તકો વાંચીને બચાવવાના હોય છે. કહેવાનો અર્થ એ છે કે કેટલાક પુસ્તકોના થોડાક અંશ જ મુલ્લ વાંચવાના હોય છે. કેટલાક પુસ્તકો પૂરેપૂરા વાંચવાના હોય છે. જ્યારે કેટલાક પુસ્તકો છેક સુધી પૂરેપૂરા ખંત અને ધ્યાનથી વાંચવાના હોય છે. આપણા પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જી એક સાથે ત્રણ પુસ્તકો વાંચતા. મિત્રો બધા જ પુસ્તકો છેક સુધી વાંચવા શક્ય જ નથી. તેથી ફરષદના સમયે થોડા થોડા પુસ્તકોના વાંચનનો આનંદ લેવાની શરૂઆત કરવી જોઈએ. પુસ્તકો જ આપણા સાચા મિત્રો છે. આપણે સારા પુસ્તકોનું કલેક્શન કરવું જોઈએ અને આપણા ઘરમાં એક નાની લાઇબ્રેરી બનાવવી જોઈએ. એક પુસ્તક વંચાઈ જાય પછી થોડા સમય પછી જો એને રીપીટ કરવામાં આવે તો બહુ ઓછા સમયમાં જ એ વંચાઈ જતું હોય છે. પુસ્તકના પહેલા બે ત્રણ પ્રકરણ વાંચ્યા પછી જો તમને એમ લાગે કે તેમાંથી તમને જોઈતી યોગ્ય માહિતી મળતી નથી અથવા એ પુસ્તક તમારા મનને જલ્દી આકર્ષી શકતું નથી તો એ પુસ્તકને એક બાજુ મૂકી દેવું જોઈએ અને સમયનો વધારે સારો ઉપયોગ કરી બીજું સારું પુસ્તક વાંચવાની શરૂઆત કરવી જોઈએ. આપણા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી એક સાથે ત્રણ પુસ્તકો વાંચતા. વાંચવાની આદતને કેળવવાથી આપણને ચારેય દિશાઓનું ઘણું બધું જ્ઞાન મળતું હોય છે. સાણંદમાં કાલુપુર બેંક સામે આવેલ મનહર લાઇબ્રેરીની આપણે મુલાકાત લેવી જોઈએ. ત્યાં કયા પ્રકારના કેવા પુસ્તકો છે તે પણ જાણવું જોઈએ. આપણા દીકરા દીકરીઓને માત્ર ટીવી અને મોબાઇલથી થોડા દૂર કરી જો સારા પુસ્તકો તરફ તેમને વાળીશું તો ભવિષ્યમાં તેમની કારકિર્દી અચૂક સફળ બનશે. દરેક માતા-પિતાનો એક ખૂબ જ ગંભીર પ્રશ્ન છે તેમના દીકરા દીકરીઓને મોબાઈલ ફોન અને ટીવી વધુ જોવાની ખૂબ જ આદત પડી ગઈ છે. આજના વિદ્યાર્થીઓ મોબાઇલ ગેમ અને સિરીઝ પૂરી કરવામાં તેમનો અમૂલ્ય સમય ખૂબ જ બગાડતા હોય છે તેને દૂર કરવા માટે જો સારા પુસ્તક વાંચવાનો એક પ્રયત્ન કરવામાં આવે તો આપણે સફળતાપૂર્વક તેમને મોબાઈલ ના વધુ પડતા ઉપયોગથી દૂર કરી શકીશું. જો આપણી વાંચનની સ્કિલ સારી હોય તો આપણે લેખનમાં પણ ખૂબ જ સારી નિપુણતા લાવી શકીએ.

Social