अज्ञानी वह व्यक्ति नहीं है जो विद्वान नहीं है; अज्ञानी वह है जो स्वयं अपने को नहीं जानता।

માણસ ભલે વિદ્વાન હોય. પરંતુ સમજ, અથવા બોધ માટે જો તે પુસ્તકો પર, માહિતીઓ પર કે પ્રમાણો પર આધાર રાખતો હોય તો વ્યક્તિ મૂઢ અને અજ્ઞાની જ છે. બોધ તો માત્રને માત્ર – આત્મજ્ઞાન થી આવે છે. અને આત્મજ્ઞાન કઈ રીતે આવે ? આત્મજ્ઞાન આવે છે. પોતાની સમસ્ત માનસિક પ્રક્રિયા પ્રત્યે સજગતા થી. આ રીતે જોઈએ તો વાસ્તવમાં શિક્ષણનો અર્થ અને તાત્પર્ય પોતાની જાત એટલે કે સ્વયં ને સમજવામાં રહેલું છે, કારણ કે આપણા માંથી દરેકમાં સંપૂર્ણ અસ્તિત્વ સમાહિત છે.
આજે જેને આપણે શિક્ષણ નામ આપીએ છીએ તે તો માત્ર પુસ્તકો માંથી એકત્રિત કરેલી માહિતી જ છે જે કોઈ પણ સાક્ષર વ્યક્તિ અજ્ઞાની થી ભેગી કરી શકે છે. આવી કેળવણી તો ! માણસને પોતાની જાત થી પલાયન કરવાનું જ શીખવે છે જેથી તે વધારેને વધારે દુઃખ અને કષ્ટમાં રહે છે. ચીજ – વસ્તુઓ, વ્યક્તિઓ અને વિચારોની સાથે દોષપૂર્ણ સંબંધોના કારણે આપણામાં દ્વંદ્વ અને ભ્રાંતિઓ પેદા થાય છે. જ્યાં સુધી આપણે આ અંત નિરહિત સંબંધોને નથી સમજતા અને નથી બદલતા ત્યાં સુધી વિદ્ધતા અર્થાત તથ્યોનું સંકલન અને વૈવિધ્યપૂર્ણ કાર્ય કુશળતા પણ સતત વધી રહેલા વિનાશ અને અરાજકતાની દિશામાં જ લઇ જશે. આજે બાળક શાળામાં માત્ર જીવિકોપાર્જનની ટેકનીક શીખવા માટે જ જાય છે. કારણ કે આવી તકનીક ભવિષ્યમાં આર્થિક સુરક્ષા આપવા માટે આવશ્યક છે. પરંતુ શું આ તકનીક બાળકને પોતાની જાતને સમજવામાં મદદરૂપ થઇ શકશે ?
દુઃખ, દર્દ, પીડા, સૌંદર્ય, અને કુરૂપતા ( બદસૂરતી ) પ્રેમ, નફરત, હિંસા, ક્રોધ આ બધું જ આપણા જીવનમાં છે. જેને દરેક સ્તરે તેની સમગ્રતામાં સમજી લેવાની જરૂર છે. અને આ સમજ માંજ તેને ટેકલ કરવાની પદ્ધતિ પણ રહેલી છે. તકનીક શીખવાથી બાળક ક્યારેય સર્જનશીલ ન બની શકે.
ટેકનીકલ જ્ઞાન એક સ્તરે જરૂરી છે. એમાં બે મત નથી પરંતુ આ જ્ઞાન માણસની મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ, અંતરદ્વંદ્વ,આંતર વિરોધ, અંતરવેદના માટે કોઈ ઉચિત અને યોગ્ય સમાધાન આપી શકે નહિ; અને આ તકનીકીજ્ઞાન માણસે પોતાની જાતને સમજ્યા વગર પ્રાપ્ત કર્યું છે તેથી તે ખુબ જ આત્મઘાતી અને વિનાશક છે. ટેકનીકલ જ્ઞાન માણસને આર્થિક, સામાજિક અને કંઈક અંશે મનોવૈજ્ઞાનિક સુરક્ષા અવશ્ય પુરી પડે છે. પરંતુ તે જીવનના જટિલ અને ગંભીર પ્રશ્નોની ઉપેક્ષા કરે છે. જ્યાં સુધી આપણે સૌ આંતરિક સુરક્ષાની ખોજ કરતા રહીશું. ત્યાં સુધી જીવનની સંપૂર્ણતાને ક્યારેય સમજી શકીશું નહિ. સાચું અને વાસ્તવિક શિક્ષણ ટેકનીકલ જ્ઞાનની સાથે સાથે બાળકને એના જીવનને તેની સમગ્રતામાં અખંડતા માં સમજાવવામાં બાળકને મદદ રૂપ થાય છે.
આજે આપણા શિક્ષણમાં આદર્શને ખુબ જ મહત્વ આપી દેવામાં આવ્યું છે. જે નિરર્થક, બિનજરૂરી અને બિનઉપયોગી છે.
આદર્શ અથવા યૂટો પિયા ( કાલ્પનિક સ્વર્ગ-રાજ્ય ) કયારેય બાળક જીવનમાં મૌલિક પરિવર્તન લાવી શકે નહિ. જયારે બાળકોના જીવન પર કોઈ આદર્શ લડી દેવામાં આવે છે ત્યારે , આદર્શ વધારે મહત્વપૂર્ણ બની જાય છે અને બાળકો ગૌણ આવી પરિસ્થિતિમાં બાળકોની આંતરિક બાબતો પ્રત્યે દુર્લક્ષ સેવાય છે, એમની મૌલિતાની ચિંતા કર્યા વિના, આદર્શની અવધારણા મુજબ બાળકોને દિશા આપવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો ‘ જે છે ‘ એના કરતા ‘ જે હોવા જોઈએ ‘ વધારે અનિવાર્ય બની જાય છે. જેના કારણે બાળક માનસિક તાણ, સંઘર્ષ અને દ્વંદ્વ તથા કુંઠા અનુભવે છે. બાળક ‘ જે છે ‘ એના પ્રત્યે જાગૃત ત્યારે જ થઇ શકાય જયારે બાળક ‘ જે નથી ‘ તે બનાવવાની કોશિશ કે પ્રયત્ન સદંતર બંધ કરી દેવાય. આદર્શનો શિક્ષણમાં કોઈ સ્થાન નથી કારણકે આદર્શ વર્તમાનને સમજવામાં સૌથી મોટું અવરોધ પેદા કરે છે, બાધક બને છે.
બીજાને સમજવા માટે માત્ર પ્રેમ જ કાફી છે. પરંતુ આ પ્રેમ બિનશરતી હોવું જોઈએ. જ્યાં પ્રેમ હોય છે ત્યાં તત્ક્ષણ અને એક જ સ્તર પર સંવાદ શક્ય બને છે. માતા-પિતા તરીકે આપણે સૌ શુષ્ક અને પ્રેમ વિહીન, નીરસ હોવાથી બાળકોની સઘળી જવાબદારી, શિક્ષણની અને જીવનની સરકારને અથવા સરકારી સંસ્થાઓને સોંપી દીધી છે. પરંતુ સરકાર ને તો તાલીમ બદ્ધ ટેક્નિશિયન જોઈએ નહીં કે સંવેદનશીલ નાગરિકો કારણ કે કોઈ પણ સંગઠન કે વ્યવસ્થા અથવા સરકાર માટે સંવેદનશીલ નાગરિકો તો જોખીમ છે માટે તમામ ધાર્મિક સંગઠનનો કે સરકારો માટે માત્ર ટેક્નિશિયન, કારીગરો અથવા કાર્ય કુશળ મજૂરો જ જોઈએ નહીં કે માણસો.
શિક્ષણનો સૌથી મહત્વપૂર્ણ કાર્ય છે એવા સમન્વિત માણસો પેદા કરવા, જે જીવનને એની સમગ્રતામાં જોઈ શકે અને સામનો કરી શકે, કોઈ નિષ્ણાત કે તજજ્ઞની માફક નહીં. કારણ કે એક આદર્શવાદી અને એક વિશેષજ્ઞ હંમેશા સમગ્રતા થી દૂર રહે છે. આ બંને તો જીવનના એક નાનકડો અંશ ને જ સ્પર્શ કરી શકે છે. જો આપણે સાચા અર્થમાં કોઈ બાળકને સમજવું હોય તો અધ્યાપક તરીકે આપણે અત્યંત સજગ સાવધાન અને આત્મ – સચેત હોવા જોઈએ, પરંતુ એના માટે અપાર પ્રજ્ઞા અને પ્રેમની જરૂર છે. એને કોઈ આદર્શવાદી બનાવવાની જરૂર નથી. અથવા આદર્શની દિશામાં પ્રેરિત કે પ્રોત્સાહિત કરવાની પણ જરૂર નથી ત્યારે જ એ બાળક સંપૂર્ણ પણે પ્રસ્ફુરિત થઇ શકશે. અને પોતાની મૌલિકતા ને પામી શકશે. આવા જ બાળકો વિશ્વ નાગરિક બની શકે. પરંતુ એના માટે શિક્ષકો Self Knowledge વાળા હોવા જોઈએ.

Social