સ્કૂલ પ્રવાસમાં 12 વર્ષથી નીચેના બાળકોના નૌકાવિહાર માટે મંજૂરી ફરજિયાત, પોલીસ અને DMની લેવી પડશે પરમિશન

છેલ્લા ઘણા સમયમાં બનેલી દુર્ઘટનાઓને પગલે હવે સરકાર કેટલીક એક્સન લીધી છે. જેમાં ગેમિંગ ઝોન, એમ્યૂઝમેન્ટ પાર્કમાં સલામતી માટે નિયમન- નિયંત્રણના નિયમો બાદ ગુજરાત સરકારે બોટિંગ, રાફ્ટિંગ, સ્કૂબા ડ્રાઇવિંગ સહિત મનોરંજન અને સ્પોટ્ર્સ માટે વોટર એક્ટિવિટીના ડ્રાફ્ટ રૂલ જાહેર કર્યા છે. ગુજરાત મેરિટાઈમ બોર્ડ- GMBએ તૈયાર કરેલા ડ્રાફ્ટ રૂલ્સ બંદરો અને વાહનવ્યવહાર વિભાગે નોટિફિકેશન મારફતે બુધવારે પ્રસિધ્ધ કર્યા છે.

જેમાં સ્કૂલ પિકનિકમાં 12 વર્ષથી નીચેની વયના બાળકોના નૌકાવિહારમાં પોલીસ અધિક્ષક- DSP અથવા જિલ્લા કલેક્ટર વ મેજિસ્ટ્રેટ- DMની મંજૂરી ફરજિયાત કરાઈ છે. હરણી બોટકાંડ અને પોઈચા પાસે નર્મદામાં બોટ ઊંધી વળવાની ઘટનાઓ બાદ નદી, તળાવ, ડેમ, કેનાલ કે પછી દરિયામાં મનોરંજન, સ્પોર્ટ્સ એક્ટિવિટીને નાગરિક સલામતીના દૃષ્ટીએ નિયમબધ્ધ કરવા GMBએ ઈન્ડિયન વેસલ્સ એક્ટ- 2021માં સરકારને મળેલા અધિકારોની રૂએ ”ગુજરાત ઈનલેન્ડ વેસેલ્સ (રજિસ્ટ્રેશન એન્ડ ઓપરેશન ઓફ કેટેગરી સી વેસલ્સ) રૂલ્સ, 2024” નો મુસદ્દો તૈયાર કર્યો છે. 28 પાનાના ડ્રાફ્ટ નોટિફેકશનમાં ”જો બોટનું રજિસ્ટ્રેશન થયુ હોય, તેના બચાવ સહિતના ઈક્વિપમેન્ટનો સર્વે થયો હોય, ચકાસણીનું સર્ટિફિકેટ લેવાયુ હોય તો પણ જ્યાં સુધી જિલ્લા મેજિસ્ટ્રેટની મંજૂરી ન મળે ત્યાં સુધી બોટનો ઉપયોગ થઈ શકશે નહી” તેમ સ્પષ્ટ કરાયુ છે. આ જોગવાઈથી બોટિંગ એક્ટિવિટીમાં સઘળી જવાબદારી જિલ્લા મેજિસ્ટ્રેટની બની રહેશે. જેના માટે જિલ્લામાં કલેક્ટર અને મહાનગરોમાં પોલીસ કમિશનર- CPની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ વોટરસાઈડ સેફ્ટિ કમિટી- DWSCની રચના થશે. આ કમિટી દર ત્રણ મહિને મળશે અને પોતાના ક્ષેત્રોમાં વોટરસાઈટ એક્ટિવિટીની સમીક્ષા કરી નિર્ણય લેશે.

Social