નારોલમાં સાયકલ પર જઇ રહેલ બંને ભાઇઓને બે શખ્સોએ છરાના ઘા મારીને લૂંટી લીધા

નારોલમાં કંપનીમાંથી નોકરી પૂર્ણ કરીને બે ભાઇઓ સાયકલ પર ઘરે જતા હતા. ત્યારે નારોલ સર્કલ પાસે પહોચ્યા તે સમયે એક્સેસ પર આવેલ બે અજાણ્યા શખ્સોએ તેમને છરાના ઘા મારીને પર્સ લૂંટીને નાસી ગયા હતા. ત્યારે બંને ભાઇઓ લોહિલુહાણ હાલતમાં નીચે પડ્યા હતા. આ અંગે યુવકે બંને અજાણ્યા શખ્સો સામે નારોલ પોલીસ સ્ટેશનમાં લૂંટ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોધાવી છે.

નારોલમાં રહેતા વિકાસ રામદિન પરમાર પરિવાર સાથે રહે છે અને ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ગત 27 જૂને સવારે તેઓ ભાઇ મોહિત સાથે નોકરી પર ગયા હતા. અને મોડી રાત્રીના કંપનીમાંથી છૂટીને બંને ભાઇઓ સાયકલ લઇને ઘરે જતા હતા. ત્યારે નારોલ સર્કલ પાસે પહોચ્યા હતા તે સમયે એક્સેસ પર બે અજાણ્યા શખ્સો તેમની પાસે આવ્યા હતા. અને મોહિતને છરો બતાવીને જે હોય તે આપી દે કહીને છરાનો ઘા મારીને ખિસ્સામાંથી રૂ. 1700 ભરેલ પર્સ લૂંટી લીધુ હતુ. જેથી વિકાસ વચ્ચે પડતા બંને શખ્સોએ તેને પણ છરાના ઘા મારતા બંને લોહિલુહાણ હાલતમાં નીચે પડ્યા હતા. બાદમાં બંને શખ્સો એક્સેસ લઇને નાસી ગયા હતા. ત્યારે બંને ભાઇઓને ઇજાઓ થતા સારવાર કરાવવા દવાખાને ગયા હતા. આ અંગે વિકાસે બંને શખ્સો સામે નારોલ પોલીસ સ્ટેશનમાં લૂંટ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોધાવતા પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

Social