સાણંદના કોદાળીયા ગામે T.C રિપેરિંગ કરવા ગયેલ કર્મીને ગામના ઇસમે લાફો માર્યો
સાણંદમાં રહેતા અને છેલ્લા 8 વર્ષ થી યુ.જી.વી.સી.એલમાં હેલપર તરીકે નોકરી કરતાં પ્રવીણભાઈ જગજીવનભાઈ રંધાડીયાને કોદાળીયા ગામના સરપંચ કિશનભાઈ તથા શ્રવણભાઈ પટેલનો મોબાઇલ ઉપર ફોન આવેલા અને કહ્યું કે કોદાળીયા ગામની જી.ઈ.બી. ની ટી.સી. માંથી ઓઈલ બહાર નિકળે છે જેથી પ્રવીણભાઈ સાથે એપ્રેન્ટીશ કર્મચારી સહદેવસિંહ ગણપતસિંહ વાઘેલા સાણંદ જી.ઈ.બી ઓફીસથી નિકળી કોદાળીયા ગામે જઈ ટી.સી.નું રીપેરીંગ કરી થાંભલાથી નીચે ઉતરેલ ત્યારે કોદાળીયા ગામના કાળુભાઇ ગાંડાભાઈ કોળી પટેલ તેઓની પાસે આવેલ અને પ્રવીણભાઈને જેમ ફાવે તેમ ગાળો દેવા લાગેળ અને કીધું કે કેમ લાઇટ બંધ કરી છે જલદીથી લાઈટ ચાલુ કર એમ કહી ધક્કો મારતા ગાળ બોલવાની ના પાડતા આ કાળુભાઇ ગાંડાભાઈ કોળી પટેલએ પ્રવીણભાઈ ઉપર એકદમ ઉશ્કેરાઇ જઈ એક લાફો મારી ઝપાઝપી કરી શર્ટ ફાડી નાખ્યો હતો અને ગામના શ્રવણભાઈ તથા અન્ય લોકો દોડી આવતા પ્રવીણભાઈને વધુ મારથી બચાવ્યા હતા.બનાવ પગેલ હેલપરએ સાણંદ પોલીસમાં કાળુભાઇ ગાંડાભાઈ કોળી પટેલ વિરુદ્ધમાં ફરિયાદ કરતાં પોલીસે ઈસમ સામે ગુનો કર્યો છે.
