સાણંદના મોરૈયા ગામે જુગાર રમતા 5 ઇસમો પકડાયા

ચાંગોદર પોલીસને બાતમી મળેલ કે સાણંદના મોરૈયા ગામની સીમ સોમનાથ સોસાયટી મ.નં 79 ની આગળ ખુલ્લામા કેટલાક ઈસમો હારજીતનો તીનપત્તીનો જુગાર રમી રમાડે છે. જેથી પોલીસે બાતમી વાળા સ્થળે છાપો મારી જુગાર રમતા બળવંતભાઈ પીતામ્બરભાઈ સોલંકી (મુળ કટોડા વઢવાણ), વશરામભાઇ અમથુભાઇ, મહેશભાઈ મનસુખભાઈ વાઘેલા, નાગજીભાઇ શીવાભાઇ મકવાણા (રહે મુળ ગામ વાધેલા તા વઢવાણ) (ચારેય રહે. સોમનાથ સોસાયટી, મોરૈયા), રમણભાઇ ચીકાભાઈ સોયંતર (રહે મોરૈયા ખોડલ નિવાસ)ને પોલીસે પકડી રોકડ રૂ. 2110ની મત્તા જપ્ત કરી તમામ વિરુદ્ધ પોલીસે ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધયો હતો.

Social