સાણંદમાં ધોધમાર વરસાદ
રાજ્યમાં એક તરફ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે સાણંદ શહેરમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો
રવિવારે સવારે 11:45 કલાકથી વરસાદ શરૂ થયો હતો. જેને લઇને ખેડૂતો ખુશ ખુશાલ થઈ ઉઠ્યા હતા. સાણંદના ચાંગોદર, મટોડા તેલાવ, ગિબપુરા શેલા,ગોધાવી સહિત પણ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો અને સાણંદમાં ઠેર ઠેર પાણી ભરાયાછે, ત્યારે સાણંદ બાવળા રોડ, નાળાની ભાગોળ , ધનલક્ષ્મી સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણીનો ભરાવો થાતા રહીશોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે
