સાણંદના માણકોલ ગામના એક ફાર્મમાંથી 5 ફૂટ લાંબો અજગરનું રેસ્કયુ કરાયું
સાણંદના નળ સરોવર રોડ પર આવેલ માણકોલ ગામ પાસે એક ફાર્મની બહાર અજગર નીકળતા રેસ્કયુ કરાયું હતું. અગાઉ પણ આ વિસ્તારમાંથી 3-4 વખત અજગર નીકળતાનું રેસ્કયુ એનિમલ લાઈફ કેર દ્વારા કરાયું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સાણંદન માણકોલ ગામ પાસે એક ફાર્મ ની બહાર અજગર ફરી રહો છે સ્થાનિક જયેન્દ્રભાઈ તથા રોહિતભાઈને આવતા તેઓએ ધ્યાન રાખી તેને બચાવી જાણ અમદાવાદના એનિમલ લાઈફ કેરના વિજય ડાભીને જાણ કરતાં વિજય તમામ રેસ્ક્યુના સાધનો સાથે ટીમ પહોચ્યા હતા અને પાંચ ફૂટ અજગરને જોતા આજુબાજુ લોકો ડરી ગયા હતા.
અજગર રેસ્કયુ કરી તેને જંગલ વિસ્તારમાં રિલીઝ કરવામાં આવ્યો હતો. વિજય ડાભીએ કહ્યું કે અજગર નીકળવાની ઘટનાઓ ગામડા વિસ્તારમાં બનતી હોય છે તો કોઈએ સાપ ની ઓળખ ના હોય તો જાતે પકડવાની કોશિશ ન કરવી જોઈએ અજગર નીકળે અથવા અન્ય જીવ નીકળે તો તેને મારવું ન જોઈએ તાત્કાલિક એનિમલ હેલ્પલાઇનને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરવા અપીલ કરી હતી.
વધુમાં કહ્યું કે હાલ ચોમાસાની સિઝનના પોતાના ગાર્ડન, ખુલ્લા પ્લોટમાં ખુલ્લા પગે વોક કરવું ન જોઈએ કારણકે ચોમાસાની સિઝનમાં ક્યારે પણ સાપ બગીચામાં ગાર્ડનમાં કે ખુલ્લા પ્લોટ માં ફરતા હોય છે તો આપને જોખમ ન થાય તે માટે લોકોએ પોતાની સેફટી રાખી અને વોક કરવા જણાવ્યુ હતું.
