ગુજરાતના 224 તાલુકામાં મેઘની મહેર, સૌથી વધારે પલસાણા અને માણાવદરમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો

ગુજરાતમાં મેઘરાજાની શાહી સવારી જોવા મળી હતી. રાજ્યમાં હવે વિધિવત ચોમાસું બેસી ગયું છે,ગઇકાલે રાજ્યના અનેક જિલ્લામાં અનરાધાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના લીધે નીચાણવાણા વિસ્તારમાં પાણી ભરાઇ ગયું હતું. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 214 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સુરતના પલસાણા અને જુનાગઢના માણાવદરમાં 8 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો.સરકારના આંકડા મુજબ રવિવારે કુલ 21 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

જેમાં પલસાણામાં 211 મીમી, માણાવદરમાં 210 મીમી, મહુવામાં 171 મીમી, વંથલીમાં 154 મીમી, દ્વારકામાં 150 મીમી, બારડોલીમાં 149 મીમી, કુતિયાણામાં 146 મીમી, ઓલપાડમાં 144 મીમી, કામરેજમાં 143 મીમી, સુરત શહેરમાં 138 મીમી, મુંદ્રા અને વાપીમાં 129 મીમી, મેંદરડામાં 128 મીમી, કપરાડા અને બાબરામાં 113 મીમી, ભેસાણમાં 111 મીમી, વલસાડમાં 110 મીમી, ભરૂચમાં 109 મીમી, જુનાગઢ અને જુનાગઢ શહેરમાં 106 મીમી અને વિસાવદરમાં 103 મીમી વરસાદ વરસ્યો હતો.

રાજ્યના 60 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ જ્યારે અન્ય 154 તાલુકામાં સામાન્યથી 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો હતો જેના લીધે આ વિસ્તારમાં અનેક સ્થળો પાણીમાં ગરકાવ જોવા મળ્યા હતા.અતિ વરસાદના લીધે વિસ્તારોમાં પૂરની સ્થિતિ જોવા મળી હતી. ગુજરાતમાં રવિવારે ભારે વરસાદ પડ્યો હતો. જેના પગલે તંત્રને એલર્ટ મોડ પર રહેવા આદેશ આપવામાં આવ્યો છે.

Social