બોપલ એસપી રિંગરોડ પર ફોર્ચ્યુનરે થારને ઉડાવી : 3ના મોત

અમદાવાદમા બોપલ વકીલ બ્રીજથી રાજપથ ક્લબ તરફ વળતા રોડ પાસે ફોર્ચ્યુનર અને થાર બંને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં ત્રણ લોકોનાં મૃત્યુ થયાં હતા.બૂટલેગરની ફોર્ચ્યુનર કારમાં દારૂ ભર્યો હતો, જે વૈષ્ણોદેવીથી બોપલ તરફ જઈ રહી હતી, ત્યારે રાજપથ ક્લબના વળાંક બાજુ થાર કારે યુટર્ન મારતાં એ જોરથી ટકરાઈ હતી અને કાર અકસ્માતના સ્થળથી અંદાજે 150 ફૂટ દૂર ફેંકાઈ હતી.જ્યારે ફોર્ચ્યુનર કાર ઢસડાઈને અંદાજે 300 મીટર દૂર સુધી ફેંકાઈ હતી.અકસ્માતનો સમયે હાઇવે પરથી પસાર થઈ રહેલી એક ટ્રક બેલેન્સ ગુમાવી દેતાં નીચે ખાડામાં ઊતરી ગઈ હતી.ઘટનાના સીસીટીવી સામે આવ્યા જેમાં ફુલ સ્પીડમાં ફોર્ચ્યુન કાર થાર સાથે ધડાકાભેર અથડાઈ સીસીટીવીમાં જોવા મળે છે કે માત્ર એક જ સેકન્ડમાં ફોર્ચ્યુનર થારને ઉડાવી દે છે.પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ફોર્ચ્યુનરની સ્પીડ 150-200ની હતી.કારનું સ્પીડમીટર 200 પર બંધ થયેલું જોવા મળ્યું હતું.ઉપરાંત સૂત્રો મુજબ, પોલીસ હદ વિવાદને કારણે ઘટનાસ્થળે મોડી પહોંચી હતી.

ફોર્ચ્યુંનર ગાડીની નંબરપ્લેટમાં GJ18 BK 9808 નંબર છે. આ નંબર પ્લેટમાં મારુતિ કંપનીની અલ્ટો ગાડી છે. એક જ નંબરની બે ગાડી હોવી શક્ય નથી, જેથી ફોર્ચ્યુનર ગાડીની નંબરપ્લેટ ખોટી લગાવવામાં આવી . ઓન પેપર આ નંબરથી અલ્ટો ગાડીની છે.બંને કારનો અકસ્માત એટલો ગંભીર હતો કે એક મૃતદેહને બહાર કાઢવા માટે અમદાવાદ ફાયરબ્રિગેડની મદદ લેવી પડી હતી.બંને કારના ફુરચેફુરચા ઊડી ગયા હતા. ઉલ્લેખનીય છે કે અકસ્માતની ઘટનાએ પોલીસની કડક સુરક્ષા વ્યવસ્થાની વાતો અને કડક દારૂ બધી પર પ્રશ્નાર્થ ઉભો કર્યો.રાજ્યની સરહદો દારૂ માટે કેટલી સરળ છે તેનું આ ઘટના ઉદાહરણ છે. મોટી મોટી વાતો અને વાહ વાહી વચ્ચે પોલીસની પોકળ વાતોનો નકાબ ઉતરી ગયો હતો. માત્ર એટલુ જ નહીં, અકસ્માત થતા જ ખબર પડી કે ફોર્ચ્યુનરમાં ખચોખચ દારુ ભરેલો હતો. આ તો એક ફોર્ચ્યુનર બહાર આવી પણ દિવસમાં તો કેટલીય ગાડીઓ નીકળી જતી હશે તેવી બધી વાતો વહેતી થઇ હતી. પોલીસે એક લાખથી વધુની કિંમતનોં દારુ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી હતી.

Social