એક્ટિવા સ્લીપ થઈ જતા મહિલા કોન્સ્ટેબલ નીચે પટકાયા

મુળ ભાવનગરના અને હાલ એલીસબ્રીજ પોલીસ લાઈનમાં 31 વર્ષીય વૈશાલી સોલંકી તેમના પિત અને 3 વર્ષના દિકરા અને 2 વર્ષની દિકરી સાથે રહે છે, તથા સાબરમતિ રીવરફ્રંટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. વૈશાલીબેન ગત 30 તારીખે સાંજના સમયે પોલીસ સ્ટેશન જવા માટે એક્ટિવા લઈને નિકળ્યા હતા. સરકારી મહિલા છાત્રાલયની સામે એલિસબ્રિજથી કલગી તરફ જવાના રોડ પર પહોંચ્યા તે સમયે અચાનક એક્ટિવા સ્લીપ થઈ ગયુ હતુ.

જેના કારણે વૈશાલીબેન રસ્તા પર પટકાઈ પડ્યા હોવાથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાથી આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને વૈશાલીબેનને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા. જ્યાં ટુંકી સારવાર બાદ ફરજ પરના ડોક્ટરે વૈશાલીબેનને મૃત જાહેર કર્યા હતા. આ મામલે એમ ડિવિજન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Social