સાણંદમાં સૂચિત ગટર વેરા અંગે જનપ્રતિનિધિઓની પાલિકા સીઓ સાથે ચર્ચા
સાણંદ શહેરનો છેલ્લા ૧૫ વર્ષથી સૌથી મોટો અને વણઉક્લ્યો પ્રશ્ન ગટર યોજનાનો છે અને પબ્લિક રોજેરોજે હેરાન થઇ રહી છે ત્યારે બીજીતરફ પાલિકાએ ગટર યોજનાનો વેરો નાખવાની પુરે પુરી તૈયારી કરી ઠરાવ કરીને જાહેર નોટિસ પ્રસિદ્ધ કરતા ગામ લોકોમાં વિરોધનો વંટોળ ઉભો થયો છે ત્યારે
સાણંદના વિકાસના મુદ્દાઓ માટે કાર્યરત બિનરાજકીય ફોરમ “સાણંદ સર્વાંગી વિકાસ મંચ”નું ડેલીગેશન સોમવારે નગરપાલિકા ચીફ ઓફિસરને મળ્યું. હાલમાં જ સાણંદ નગરપાલિકા દ્વારા ગટર યોજના અંતર્ગત સૂચિત વેરા અંગેની જાહેર નોટિસ આપવામાં આવી છે ત્યારે આ બાબતે સાણંદ નો સૌથી મોટો અને પ્રજા માટે માથાના દુઃખાવા સમાન બનેલ ગટર યોજનાની હાલની સ્થિતિ અંગે તાગ મેળવવા આ બેઠકમાં પંદર જેટલા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી. જેમાં ગટર યોજનાના અધૂરા કામો , રોજે રોજ ઉભરાતી ગટરની સમસ્યાઓ અંગે વિગતે ચર્ચા કરી માહિતી મેળવવામાં આવી હતી .
સમગ્ર મામલે સાણંદ સર્વાંગી વિકાસ મંચ દ્વારા પ્રતિનિધિઓએ જણાવ્યું કે તેઓ પાલિકા દ્વારા સૂચિત ગટર વેરા અંગે શહેરના નાગરિકો અને અગ્રણીઓ સાથે ચર્ચા કરવામાં આવશે.
