સાણંદમાં 2 સ્થળેથી પાર્ક કરેલ બાઈકની ચોરી થઈ

સાણંદ શહેરમાં એસ.બી.આઈ બેન્ક પાસે પાર્ક કરેલ બાઇક અને શહેરના બાવળીયાનો ઝાપા પાસે ઘર પાસે પાર્ક કરેલ બાઇકની ચોરી થતાં પોલીસ ફરિયાદ સાણંદ પોલીસમાં દાખલ થઈ છે.
સાણંદના ચેખલા ગામે રહેતા સુરપાલસિંહ ચંદુભા વાઘેલા ગત તા.24 જૂન ના રોજ બપોરના બે વાગ્યે તેઓ બાઇક સાણંદ એસ.બી.આઇ.બેન્ક ની બાજુમાં પાર્ક પાર્ક કરી એસ.બી.આઈ.બેન્કની બાજુમાં આવેલ પહેલા માળે ઓફીસમાં ગયાઅને કામ પતાવી બપોરના આશરે સાડા ત્રણેક વાગ્યે તેઓ નિચે આવ્યા ત્યારે પાર્ક કરેલ બાઇક હતું નહીં કિં.રૂ 67,215ની કિંમતનું બાઇક અજાણ્યા ચોરે ચોરી કરી ફરાર થતાં સાણંદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

બીજી તરફ સાણંદના બાવળીયાના ઝાપા પાસે રહેતા મોસીનખાન બસીરખાન જાતે પઠાણ ગઇ તા 28 જૂન તેઓએ ઘરની બહાર પાર્ક કરી સૂઈ ગયા હતા અને સવારે બહાર આવ્યા ત્યારે પાર્ક કરેલ બાઇક હતું નહીં જેથી અજાણ્યા ચોર ઇસમે કિં.રૂ.55 હજારનું બાઇક ચોરી કરી ફરાર થતાં બનાવ અંગે સાણંદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Social