સાણંદ વિરોચનગરમાંથી નશાકારક સીરફની 200 બોટલો સાથે 1 ઝબ્બે
સાણંદના વિરોચનગર ગામેથી 1 શખ્સને ઝડપી ગેરકાયદેસર નશાકારક કફ સીરપની 200 બોટલો સાથે ઝડપી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી છે. કુલ 3 શખ્સો વિરુદ્ધ જીઆઈડીસી પોલીસમાં ગુનો નોંધયો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ગ્રામ્ય એસ.ઓ.જી.ની ટીમના હે.કો શક્તિસિંહ છત્રસિંહ તથા ગણેશભાઇ નાકુભાઇને સંયુકત રીતે બાતમી હકીકત મળેલ કે, મોહસીનભાઇ મુરાજખાન પઠાણ (રહે. મસ્જીદવાસ, વિરોચનનગર તા.સાણંદ જિ.અમદાવાદ)ના કબ્જા ભોગવટાના મકાનમા ગે.કા રીતે વગર પાસપરમીટે નશાકારક કફસીરપની બોટલોનો જથ્થો ચોરીછુપીથી રાખી પોતાના આર્થિક ફાયદા માટે ગેરકાયદેસર રીતે વેચાણ કરે છે.
જેથી એસઓજી ટીમે બાતમી વાળા સ્થળે રેડ કરી મોહસીનભાઇના મકાનમાંથી નશાકારક કોડેઇન કફ સીરપની 200 બોટલો મળી આવતા પોલીસે મોબાઈલ, બોટલો મળી કુલ રૂ.30,700નો મુદ્દામાલ જપ્ત કરી પકડાયેલ ઈસમની નશાકારક કફ સીરપની બોટલો કોની પાસેથી લઇ આવેલ અને કોને વેચાણ આપવાની હતી તે બાબતે પૂછપરછ કરતાં તેણે જણાવેલ કે પોતે ગઇ કાલે બપોરે પોતાના મોબાઇલ ઉપરથી મુળ ગામ છારોડી તા.સાણંદ હાલ રહે જુહાપુરા, અમદાવાદ વાળા ફૈઝાનખાન હજરતખાન પઠાણના મોબાઇલ નંબર ઉપર ફોન કરીને આ નશાકારક કફસીરપની બોટલો મંગાવી હતી.
ગઇ કાલે રાત્રીના આશરે સાડા નવેક વાગે ફૈઝાનખાનએ તેને ફોન કરીને તેના માણસ અને ગામના રીયાઝખાન મુરાદખાન મલેકને માલ આપવા મોકલી આપતા રીયાઝખાન તેને તેના ટુ વ્હીલર ઉપર બે પુંઠાના અલગ અલગ બોકસમા નશાકારક કફસીરપની બોટલ આપી ગયેલ છે. અને તેના રૂ.30 હજાર તેને આપવાના બાકી છે અને આ નશાકારક કફસીરપની બોટલો જી.આઈ.ડી.સીમા કામ કરતા મજુરોને છુટક વેચાણ કરતો અને તે પોતે અગાઉ એક વખત નશાકારક કફસીરપના ગુનામા સાણંદ જી.આઈ.ડી.સી પોલીસ સ્ટેશનમા પકડાઇ હોવાનું સામે આવતા એસઓજી ટીમે 3 વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
