સાણંદમાં પાર્ક કરેલી કારની ચોરી થઈ

સાણંદના હજારી માતાજીના મંદીર ની સામે આવેલ ગાયત્રી કોમ્પલેક્ષમાં રહેતા અને મુળ રહે.ધાર પીપળા ગામ તા.રાણપુર જી.બોટાદના મુકેશભાઈ સુખાભાઈ દરજીયા જી.આઇ.ડી.સી. ખાતે આવેલ ખાનગી કંપનીમાં છેલ્લા એક વર્ષથી કોન્ટ્રાકટરનુ કામ કરે છે ગઇ તા-૨૨/૦૬/૨૦૨૪ ના રોજ સવારના આશરે દશેક વાગ્યાના સુમારે તેઓએ ઈકકો ગાડી સાણંદ ગાયત્રી કોમ્પલેક્ષની સામે આવેલ વિનાયક બીલ્ડીંગની બાજુમાં પાર્ક કરેલ અને આ ઇકકો ગાડીની ચાવી તેઓના કોન્ટ્રાકટરમાં કામ કરતા સુપરવાઇઝર વિજેન્દ્ર ઠાકુર (હાલ રહે. મોતીપુરા ગામ તા.સાણંદ મુળ રહે. યુ.પી.)ને આપેલ અને ત્યારબાદ તેઓ દ્વારકા દર્શન કરવા માટે નિકળી ગયા હતા અને રાત્રીના તેઓના ફોનમા વિજેન્દ્ર ઠાકુરનો ફોન આવેલ અને મને જણાવેલ કે આપણી ઇકો ગાડી મે સાણંદ ગાયત્રી કોમ્પલેક્ષની સામે આવેલ વિનાયક બી લ્ડીંગની બાજુમાં પાર્ક કરેલ હતી તે જગ્યાએ નથી.
તેવી વાત કરેલ જેથી તેઓએ દ્રારકાથી બીજા દીવસ સાણંદ આવેલ અને સુપરવાઇઝર વિજેન્દ્ર ઠાકુર પુછપરછ કરતા તેણે જણાવેલ કે મે આપણી ઈકકો ગાડીની ચાવી આપણી ઓફીસમા કામ કરતા રઘુવેન્દ્ર કુશ્વાહ (રહે-કમલાખેડા (ઉતરપ્રદેશ)ને આપેલ હોય જે ઇંકકો ગાડી લઈ ગયેલ છે. સમગ્ર મામલે મુકેશભાઈ સુખાભાઈ દરજીયાએ ગાડી ચોરી અંગે રઘુવેન્દ્ર કુશ્વાહ વિરુદ્ધમાં સાણંદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Social