રથયાત્રાને લઇને ઝોન-5 પોલીસે કોમ્બિંગ કરીને એક જ દિવસમાં 146 શખ્સોને રાઉન્ડ અપ કર્યા
રથયાત્રાને લઇને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે માટે કોમ્બિંગની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે ઝોન-5 પોલીસે એક દિવસમાં કોમ્બિંગ હાથધરીને 146 શખ્સોને ધરપકડ કરી હતી. તેમજ 10 દિવસ કોમ્બિંગ કરીને પોલીસે કુલ 230 જેટલા જુદા જુદા કેસ કર્યા હતા. ત્યારે આગામી સમયમાં પણ પોલીસ દ્વારા કોમ્બિગ યોજવામાં આવશે.
શહેરમાં રથયાત્રાને લઇને જુદા-જુદા ઝોન વિસ્તારમાં પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવે છે. ત્યારે ઝોન-5 પોલીસે એક જ દિવસમાં કોમ્બિંગ કરીને 146 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં તડીપાર કરેલ 17, તપાસના કામે 38, બુટલેગરો 24, પાસાના 2 અને અન્ય અટકાયતી પગલાના 65 આરોપીને પોલીસે પકડ્યા છે. ત્યારે ગત 20 થી 30 જૂન સુધી પોલીસે હથિયારના 54 કેસ, તડીપાર કરેલ શખ્સો શહેરમાં મળી આવતા અટકાયત 6, ઇપીકો કલમ 279 તથા એમવી એક્ટ 184 મુજબ 49, પ્રોહિબિશનના 24, વાહન ડિટેઇન 86 જુગાર કેસ 2 કર્યા હતા. જો કે મહત્વનું છે કે આગામી સમયમાં પણ રથયાત્રાને લઇને પોલીસ દ્વારા વધુ કોમ્બિંગ કરવામાં આવશે.
