અતિભારે વરસાદને લઇ તંત્ર એલર્ટ, જાણો કયા ડિપ્લોય કરાઈ NDRFની ટીમ
ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદને લઇ તંત્ર એલર્ટ થયુ છે. જેમાં ગીર સોમનાથ જિલ્લામાં NDRFની ડિપ્લોય કરાઇ છે. અલગ – અલગ જિલ્લાઓમાં ટીમો તૈનાત કરાઇ છે. તેમાં રાજ્યમાં NDRFની કુલ 10 ટીમો ડિપ્લોય કરાઇ છે. નર્મદા, કચ્છ, રાજકોટમાં NDRFની ટીમ સ્ટેન્ડ બાય છે. તેમજ વલસાડ, દ્વારકા, ગીર સોમનાથમાં ટીમ તૈનાત કરાઇ છે.
ભાવનગર, અમરેલી, સુરતમાં NDRFની ટીમ તૈનાત છે. તેમજ ગીર સોમનાથ જિલ્લામાં NDRFની એક ટીમ રવાના કરાઈ છે. તથા રાજ્યમા કુલ દસ ટીમ હાલ સ્ટેંડ ટુ રાખવામાં આવી છે. રાજ્યામાં ચોમાસાની શરૂઆત સાથે જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ શરૂ થઇ ગઇ છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ છે. આજે પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે. દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો નવસારી જિલ્લાના ચીખલીમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે અમદાવાદમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે.
ભારે વરસાદના પગલે આજે નવસારી અને જલાલપોર તાલુકાઓના આંગણવાડી, શાળાઓ, કોલેજો, ITI બંધ રાખવાનો વહીવટી તંત્રએ નિર્ણય કર્યો છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને રાખી વહીવટીતંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે ભારે વરસાદની સંભાવનાને ધ્યાને રાખીને તંત્ર એલર્ટ મોડમાં આવી ગયુ છે. સાવચેતી ભાગરૂપે સુરતના ઓલપાડમાં NDRFની ટીમને તહેનાત કરાઈ છે. વરસાદી આફતનો સામનો કરવા માટે બોટ, લાઇફ જેકેટ સહિતના સાધનો સાથે NDRFની ટીમ આવી ગઇ છે.
