અમદાવાદમા 48 કલાકમાં ત્રણ અકસ્માતમાં બેના મોત, ત્રણ ઈજાગ્રસ્ત : એક આધેડને હેમરેજ થયું

શહેરમાં છેલ્લા 48 કલાકમાં ત્રણ અલગ અલગ જગ્યાએ અકસ્માતો સર્જાયા હતા, જેમાં બેનું મોત ત્રણ ઈજાગ્રસ્ત જ્યારે એક આધેડને હેમરેજ થતા સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા. ત્રણેય અકસ્માત મામલે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

વેજલપુરમાં રહેતા 46 વર્ષીય ઈમ્તિયાઝ કુરેશી બાકરોલ એક કંપનીમાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. બુધવારે તેઓ તેમના બે કર્મચારીઓ સાથે ટ્રક લઈને બાકરોલ થી નિકળ્યા હતા અને થલતેજ એસ જી મોલ પાસે ટ્રક ઉભો રાખીને પાર્સલની ડિલિવરી કરી રહ્યા હતા. આ સમયે એક બાઈક પણ ત્રણ શખ્સો ઓવરસ્પીડમાં આવ્યા હતા અને ટ્રકની પાછળના ભાગે બાઈક અથડાયુ હતુ. જેના કારણે ત્રણેયને ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ દાખલ કર્યા હતા. જ્યાં બાઈક ચાલક સચિન ઠાકુર (ઉ.વ.27, રહે. બોપલ)નું મોત નિપજ્યુ હતુ, જ્યારે તેના મિત્ર વિનોદસિંઘ ગેહલોત અને જોગેન્દર દાદોરીયાને ઈજાઓ પહોંચી હતી. આ મામલે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ કરી ત્યારે બાઈક પર આવેલા ત્રણેય દારૂ પિધેલી હાલતમાં હોવાનું સામે આવ્યું હતુ.

બીજી ઘટના વટવા ધનલક્ષ્મી સોસાયટીમાં રહેતા 57 વર્ષીય દલપતસિંહ ઠાકોર એએમસીમાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. બુધવારે તેઓ બાઈક લઈને તેમના મિત્ર રાજ કડીયા સાથે વટવા વેટીકન પોલીસ ચોકી તરફથી મહાલક્ષ્મી તળાવ તરફ જઈ રહ્યા હતા. વટવા આશાપુરી રેસીડેન્સી પાસે પહોંચ્યા હતા, તે સમયે સામેથી પૂરપાટ ઝડપે આવેલા ટુવ્હિલર ચાલકે બાઈકને ટક્કર મારી હતી. જેથી દલપતસિંહ અને રાજ રસ્તા પર પટકાઈ પડ્યા હતા. બીજી બાજુ પાછળથી આવી રહેલ ટ્રેક્ટરનું ટાયર દલપતસિંહ પરથી ફળી વળ્યું હોવાથી તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ, જ્યારે રાજભાઈને ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા. આ મામલે જે ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Social