કોંગ્રેસ કાર્યાલયે પથ્થરમારાની ઘટનામાં કોંગ્રેસ ધારા સભ્યએ 10 લોકો સામે ફરિયાદ નોંધાવી
રાહુલ ગાંધીના સંસદમાં હિન્દુના નિવેદનને લઈ બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓ દ્વારા પાલડીમાં આવેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યાલય ખાતે હોબાળો મચ્યો હતો. ભાજપ-કોંગ્રેસના કાર્યકરો દ્વારા સામસામે પથ્થરમારોની ઘટના બની હતી. તેમાં ભાજપના નેતાઓએ કોંગ્રેસના 250થી વધુ લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાવી હતી, ત્યારે હવે કોંગ્રેસના દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં બજરંગ દળના જવલિત મહેતા અને પૂર્વ કોર્પોરેટર ફાલ્ગુની શાહના પુત્ર ઋત્વિક શાહ સહિતના 10 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાવી. ઉલ્લેખનીય છે લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ સંબોધનમાં કેટલાક એવા મુદ્દાઓ છેડ્યા હતા. જેના કારણે દેશભરમાં હિન્દુઓની લાગણી દુભાઈ હતી. તેથી મોડી રાત્રે અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો પહોંચી ધમાલ કરી હતી. કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરી હતી. અહીં રાહુલ ગાંધીના ફોટો પર કાળો સ્પ્રે છાંટ્યો અને બેનરો ફાડી ધમાલ મચાવી હતી.
રાહુલ ગાંધીએ 1 જુલાઈના રોજ સંસદમાં નિવેદન બાદ 2 જુલાઈના રોજપાલડી ખાતે આવેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં મોડી રાત્રે બજરંગ દળના નેતા જવલિત મહેતા, પૂર્વ, કોર્પોરેટર ફાલ્ગુની શાહના પુત્ર ઋત્વિક શાહ, ચિંતન લોધા સહિત અજાણ્યા 8થી 10 લોકો કાર્યાલયમાં ઘૂસી ગયા હતા. સિક્યુરિટી ગાર્ડને ધાક ધમકી આપી કાર્યાલયમાં રહેલા ઝંડા બેનરો અને રાહુલ ગાંધીના પોસ્ટરોને નુકસાન કર્યું હતું. કોંગ્રેસ કાર્યાલય ખાતે લાગેલા CCTVમાં તપાસ કરતા બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓ હોવાનું સામે આવ્યું હતું. જે દિવસે ઘટના બની તે જ દિવસે સવારે કોંગ્રેસ પક્ષ દ્વારા એલિસબ્રિજ પોલીસ સ્ટેશન ખાતે જઈ ફરિયાદ નોંધાવવામાં આવી નહોતી. જોકે હવે જ્યારે ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને કોંગ્રેસ-ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓએ સામસામે પથ્થરમારો કર્યો તે ઘટના મામલે ભાજપના નેતાઓએ કોંગ્રેસના 250થી વધુ લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાવી છે, ત્યારે હવે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં આ મામલે 10 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાવી . તેને લઈને સવાલ ઊભા થઈ રહ્યા છે કે શા માટે મોડી હવે કોંગ્રેસ જાગી અને પોલીસ ફરિયાદ નોંધાવી.
શું હતો સમગ્ર મામલો
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સોમવાર, 1 જુલાઈના રોજ લોકસભામાં વિપક્ષના નેતા તરીકે તેમનું પ્રથમ ભાષણ આપ્યું હતું. તેમણે ભગવાન શિવનો ફોટો બતાવીને ભાષણની શરૂઆત કરી હતી. 90 મિનિટના ભાષણમાં રાહુલે હિન્દુત્વ, અગ્નિવીર, ખેડૂતો, મણિપુર, NEET, અયોધ્યા અને મોદીનો ડર જેવા મુદ્દાઓ પર વાત કરી હતી. બાદમાં ઘોંઘાટ વચ્ચે રાહુલે ઊંચા અવાજે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીજી સમગ્ર હિન્દુ સમાજ નથી. ભાજપ સમગ્ર હિન્દુ સમાજ નથી. RSSએ સમગ્ર હિન્દુ સમાજ નથી. આ ભાજપનો કરાર નથી. જેઓ પોતાને હિન્દુ કહે છે તેઓ 24 કલાક હિંસા કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઊભા થઈને તેમનો વિરોધ કર્યો હતો. અમિત શાહે માફી માગવાની માગ કરી હતી.મહત્વ નું છે કે પોલીસે ભાજપના ગુંડાઓને મદદ કરી, અમારી ફરિયાદ નહીં લેવાય તો 6 જુલાઈએ કોંગ્રેસ રોડ પર ઉતરશે તેવી કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે ચીમકી પણ ઉચ્ચારી હતી.મહત્વ નું છે કે પોલીસે ભાજપના ગુંડાઓને મદદ કરી, અમારી ફરિયાદ નહીં લેવાય તો 6 જુલાઈએ કોંગ્રેસ રોડ પર ઉતરશે તેવી કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે ચીમકી પણ ઉચ્ચારી હતી.
