સાણંદના પિંપણ ગામે ઘર આગળ પાર્ક રૂ.1 લાખની બાઇક ચોરાઇ
પિંપણ ગામે રહેતા અને શેલામાં ફેબ્રીકેશનની દુકાન ચલાવતા આનંદભાઈ કરશનભાઈ પરમાર (મૂળ સુરેન્દ્રનગર) દુકાનનુ કામ પતાવી રાત્રે નવેક વાગે ઘરે આવેલ ઘરની બહાર બાઇક પાર્ક કર્યું હતું અને રાત્રે સૂઈ ગયેલ વહેલી સવારે ઉઠીને ઘરની બહાર જતા જોતા પાર્ક કરેલ જગ્યાએ બાઇક ન હતું તપાસ કરતા અંદાજે રૂ.1,05,549/- ની કિંમતનું બાઇક અજાણ્યા ચોરે ચોરી કરી ફરાર થઈ જતાં બનાવ અંગે આનંદભાઈએ સાણંદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
