અંબાલાલ પટેેલે વરસાદને લઇને કરી આ ભયાનક આગાહી
ગુજરાતમાં ચોમસું વિધિસર બેસી ગયું છે. સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે, અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાથી નીચાણવાણા વિસ્તારમાં પાણી ગરકાવ થઇ ગયા છે, આ વરસાદની વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ભયાનક આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રથયાત્રાના દિવસે પવનનું જોર રહેશે. કેટલાક ભાગોમાં વરસાદ તો શહેરમાં વરસાદી છાંટા આવી શકે છે. અષાઢી પાંચમે વીજળી થતા ખેડૂતો માટે સારા સંકેત રહી શકે છે. તો અમદાવાદ, ગાંધીનગરમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડશે. 6 અને 7 તારીખમાં હવાના હળવા દબાણના કારણે 7 થી 14 જૂલાઈ સુધી ગુજરાતમાં વરસાદ થશે. કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના વ્યકત કરી છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ભારે વરસાદ હાલ પડી રહ્યો છે અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું દક્ષિણ ગુજરાતમાં આહવા, ડાંગ, વલસાડ, સુરતમાં ભારે વરસાદ પડશે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભાવનગર, જૂનાગઢ, અમરેલીમાં હળવાથી ભારે વરસાદ આવી શકે છે. 11 જુલાઈએ અષાઢી પાંચમે રાજ્યના ઘણા ભાગોમાં અતિ વરસાદ થઈ શકે છે. આગામી 7 જૂલાઈ સુધી રાજ્યના ભાગોમાં વરસાદી ઝાપટાનું પ્રમાણ વધી શકે છે. અમદાવાદમાં અને મધ્ય ગુજરાતના ભાગોમાં વાતાવરણ વાદળછાયું રહેશે. પૂર્વ ગુજરાતમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. 15 જૂલાઈ ડિપ ડિપ્રેશન બંગાળના ઉપસાગર માત્ર રચાશે. 17 થી 19 જુલાઈ દરમિયાન મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ છે. 25 જૂલાઈ સુધી ભારે વરસાદ આવી શકે છે, જેના કારણે રાજ્યમાં પૂરની સ્થિતિ નિર્માણ પામી શકે છે.
