ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 141 તાલુકામાં વરસાદ, સૌથી વધારે દાંતામાં 8 ઇંચ નોંધાયો
ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. રાજ્યમાં મૂશળધાર વરસાદથી લોકોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સૌથી વધારે ખેડૂતોમાં હર્ષઉલ્લાસ જોવા મળી રહ્યું છે. મેઘની મહેર સમગ્ર રાજ્યમાં જોવા મળી રહી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં વરસાદ નોંધાયો છે.સરકારના આંકડાના જણાવ્યા અનુસાર બનાસકાંઠાના દાંતામાં સૌથી વધુ 8.1 ઇંચ વરસાદ નોંધાયો છે. દાંતામાં ચાર કલાકમાં આઠ ઇંચ વરસાદ નોંધાયો છે.
નોંધનીય છે કે બનાસકાંઠાના દાંતામાં 8.1 ઇંચ વરસાદ ખાબક્યો છે. નોંધનીય છે કે, દાંતામાં ચાર કલાકમાં આઠ ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે વડગામમાં 4 ઇંચ, કડાણામાં 3.4 ઇંચ, શેહરામાં 2.9 ઈંચ વરસાદ નોંધાયો છે.અતિભારે વરસાદના લીધે દાંતાના અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા હતા. નીચાણવાળા વિસ્તારમાં ભારે પાણી ભરાઇ ગયું હતું. દાંતાની સરકારી હોસ્પિટલમાં વરસાદી પાણી ઘૂસ્યાં તો કડીમાં સોસાયટીઓમાં અને રહેણાક મકાનોમાં પાણી ઘૂસી જતા લોકોને ભારે નુકસાન થયું હતું. ગત 24 કલાકમાં રાજ્યના 141 તાલુકામાં હળવોથી ભારે વરસાદ વરસ્યો છે. બનાસકાંઠાના દાંતા અને વડગામમાં ભારે વરસાદ ખાબક્યો હતો. દાંતામાં 8 ઇંચ અને વડગામમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે. તેમજ મહીસાગરના કડાણામાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે.
