નરોડા વિસ્તારમાં રિક્ષા ચાલકે સામાન્ય બોલાચાલીમાં જ છરી મારી યુવકની હત્યા નિપજાવી

શહેરના નરોડા વિસ્તારમાં સામાન્ય બોલાચાલીમાં હત્યાની ઘટના બની છે. રિક્ષા ચાલકે સામન્ય બોલાચાલીમાં જ છરી મારી યુવકની હત્યા નિપજાવી છે. હત્યાના ગુના બાબતે પોલીસે રિક્ષા ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

શહેરના નરોડા પાટિયા પાસે રિક્ષા ચાલક અને એક્ટીવા ચાલક વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. જે બોલાચાલીમાં મનોજ ગીધવાણી નામના યુવક પર છરી વડે હુમલો કરતાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. મનોજ પોતાની દીકરીની દવા લેવા માટે નરોડા પાટિયા પાસે ગયો હતો. જય રિક્ષા ચાલક સાથે કોઈ કારણોસર બોલાચાલી થતાં બને વચ્ચે મારામારી થઈ હતી. જે હુમલામાં રિક્ષા ચાલક ભાવેશ ભાવસારે મૃતકને ચારીના ઘા મારતા સારવાર માટે હોસ્પિટલ પહોંચે તે પહેલા મનોજનું મૃત્યુ નીપજ્યું હતું. જે અંગે નરોડા પોલીસે હત્યાની કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.અત્યારના ગુનામાં પોલીસે રિક્ષા ચાલક ભાવેશ ભાવસારની ધરપકડ કરી કાર્યવાહી કરી છે. સાથે જ પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે બને વચ્ચે કયા કારણોસર બોલાચાલી થઈ હતી. અને જ્યારે બને વચ્ચે ઝઘડો થયો ત્યારે રિક્ષા ચાલક ભાવેશે કોઈ નશો કર્યો હતો કે કેમ તે માટે તેની મેડિકલ તપાસ પણ કરવામાં આવી છે. મહત્વનું છે કે ઘરેથી દવા લેવા નીકળેલા મણીજને રિક્ષા ચાલક સાથે કયા કારણોસર માથાકૂટ થઈ તે જાણવા પોલીસે અન્ય રિક્ષા છાકોની પણ પૂછપરછ શરૂ કરી છે. સામાન્ય બોલાચાલી બાદ થયેલા હત્યાને લઈને પોલીસ તપાસમાં એક વાત તો સામે આવી છે કે જે છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો તે છરી રિક્ષા ચાલક પોતાની પાસે જ રાખતો હતો. એટલે કે શહેરમાં ખુલેઆમ રિક્ષા ચાલકો પણ હથિયારો લઈને ફરી રહ્યા છે અને તેણે કેવી રીત રોકવા તેમજ તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જરૂરી બની છે. ત્યારે પોલીસ આવા બનાવોને અટકાવવા કયા પ્રકારે પગલાં લે છે તે જોવું મહત્વનું છે.

Social