સનાથલના સફલ વિહાનના મકાનમાંથી ઘરઘાટી રૂ.4 લાખના દાગીના,રોકડની ચોરી કરી પેટમાં દુખાવાનું બહાનું કાઢી પલાયન થયો

સાણંદના સનાથલમાં આવેલા સફલ વિહાનના મકાનંમાં સ્મીતાબેન તેઓના પતિ સુરેન્દ્રભાઈ છગનલાલ પટેલ સાથે રહે છે. વૃદ્ધ પતિ પત્ની સાથે ઘરમાં ઘરઘાંટી તરીકે 4 લોકો કામ કરી ઘરમાં સાથે રહે છે. તેઓના પતિને મંદિરે દર્શન કરવા જવા પર્સમાથી ચાવી લઈ જે પૈસા મુકવાનું ખાનું ખોલ્યું હતું. ત્યારે તેમાં પૈસા અને દાગીના ગાયબ હતા વળી તા 29 જૂને ઘરઘાટી તરીકે કામ કરતો રાજસ્થાનના ઉદયપૂરનો ખનુરામ ઉર્ફે દુર્ગેશ લક્ષ્મણરામ મીણા પેટમા દુખાવો થતો હોવાથી ઘરે જવુ કહી જતો રહો હોવાથી તેનો સંપર્ક કરતાં ફોન બંધ આવતો હતો. જેને લઈને સ્મીતાબેનએ ચાંગોદર પોલીસમાં FIR દાખલ કરાવ્યુ છે.

Social