Breaking News

અમદાવાદમાં રથયાત્રાનું રિયલ ટાઈમ મોનિટરિંગ કરતા CM ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદની 147મી જગન્નાથ રથયાત્રા ના અમદાવાદ શહેરમાં ભ્રમણ તેમજ રથયાત્રાના સંચાલન નું રિયલ ટાઈમ મોનીટરીંગ મુખ્ય મંત્રી નિવાસસ્થાનના સી.એમ.ડેશ બોર્ડની વિડિયો વોલ પર જીવંત પ્રસારણ નિહાળીને કર્યું હતું.
તેમણે સવારે જગન્નાથ મંદિરથી રથયાત્રાને પહિંદ વિધિ કરીને પ્રસ્થાન કરાવ્યું હતું અને ત્યારબાદ મુખ્યમંત્રી નિવાસ સ્થાને પહોંચી વિડિયો વોલ પરથી આ રથયાત્રા રૂટનું નિરીક્ષણ, રથના લોકેશન, પોલીસ દ્વારા ટેકનોલોજીના ઉપયોગથી કરવામાં આવી રહેલી રથયાત્રાની સુરક્ષા અને સલામતી વ્યવસ્થાની તલસ્પર્શી જાણકારી મેળવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુખ્ય સચિવરાજકુમાર, પોલીસ મહાનિદેશક વિકાસ સહાય તેમજ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી અને પોલીસ, મહાનગર પાલિકા તેમજ આઈ સી ટી ટીમ ના અધિકારીઓ જોડાયા હતા.

Social