ભગવાનના મોસાળમાં પૂરી-શાક, મોહનથાળનો પ્રસાદ લેવા લાખો ભક્તો ઉમટ્યા

આજે અષાઢી બીજના દિવસે રથયાત્રા લઈને વહેલી સવારથી જ ભક્તિમય માહોલ જામ્યો છે ત્યારે ભક્તો ભગવાનના મોસાળ અમદાવાદના સરસપુરમાં પ્રસાદનો લાભ લેવા આવી પહોંચ્યા છે. સરસપુરની પોળમાં ભક્તોને ભાવપૂર્વક ભોજન પીરસવામાં આવે છે. છેલ્લા 7 વર્ષથી દર વર્ષે રથયાત્રાના દિવસે ભગવાનના મોસાળ સરસપુર ખાતે 5 હજારથી પણ વધુ ભક્તોને ભોજન પીરસવામાં આવે છે. ભક્તોને પૂરી, શાક, મોહનથાળ અને ફૂલવડીનો પ્રસાદ ભક્તોને જમાડવામાં આવે છે.
તે સાથે જ લાખો ભક્તોની ભીડ સરસપુર ખાતે ઉમટી પડી છે. સરસપુર ખાતે ભક્તોને દરેક કોડમાં આવકારવામાં આવી રહ્યા છે અને રસ્તા ઉપર ચાલીને આગળ જતા ભક્તોને રોકીને પ્રસાદી લેવા આગ્રહ કરવામાં આવી રહ્યો છે. સરસપુર ભગવાનના મોસાળથી ભૂખ્યા ન જાય તે માટે દરેક પોળના સ્વયંસેવકો સેવામાં સજજ બન્યા છે.

Social