Breaking News
સાણંદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાઇ
આજે અષાઢી બીજના દિવસે સાણંદમાં 27મી રથયાત્રા યોજાઈ હતી. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ શહેરની નગરચર્ચાએ નીકળ્યા છે. રથયાત્રાને લઈને સાણંદ પીઆઈ સહિત પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો હતો. સાણંદ સિવિલ હોસ્પિટલ પાસે રામજીમંદિરથી રથયાત્રા શરૂ થઈ હતી અને ત્યાંથી ભવનાથ મંદિરથી ઔડા ગાર્ડન, સુંદર ફ્લેટ થી બળીયાદેવના મંદિર થી કોલટ રોડ પર થઈ જલારામ મંદિરથી સોમનાથ બસ સ્ટેન્ડ, ગેપપરા થઈ ઘોડાગાડી,બસ સ્ટેન્ડ થઈ હાઇવે પર ગઢીયા ચાર રસ્તા થઈ બપોરે 2:20 કલાકે પરત નિજ મંદિરે રથયાત્રા સંપન્ન થઈ હતી. રથયાત્રાને લઈને શહેરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.
