ગાંધીનગરમાં ઘરફોડ ચોરીના કરનાર ચડ્ડી બનિયનધારી ગેંગના બે સાગરિત ઝડપાયા

ગાંધીનગરના ચીલોડા વિસ્તારમાં આશરે 5 વર્ષ પહેલા મકાનનામાંથી રૂ.11 લાખની ચોરીના કેસમાં ચડ્ડી બનિયનધારી ગેંગના ફરાર 2 સાગરિતોને LCBએ બાતમીના આધારે દાહોદથી ઝડપી લઈ વધુ તપાસ શરૂ કરી છે.
ગ્રામ્ય એલસીબીને બાતમી મળી હતી કે, વર્ષ 2019 માં ચીલોડા પોલીસ મથકમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં ચડ્ડી બનિયન ધારી ગેંગના વોન્ટેડ સાગરિતો મુકેશ ઉર્ફે મુકો કાળુભાઇ ભાંભોર અને રાજુભાઇ હવજીભાઈ પારઘી (બન્ને રહે. ફતેપુરા, જી-દાહોદ) પોતાના વતન દાહોદમાં આશરો મેળવી રહ્યા છે. જે હકીકતના આધારે એલસીબીની ટીમે દાહોદમાં ધામા નાખય હતા અને બંને આરોપીઓની ઓળખ પ્રસ્થાપિત કરી ભારે જહેમતથી પકડી પાડ્યા હતા.

Social