એસજી હાઇવે ઉપર ઓફિસ ધરાવતી જંતુનાશક દવાની કંપની સાથે 4 કરોડની ઠગાઈ

અમદાવાદના આનંદનગર પોલીસ મથકે ચાલુ વર્ષે એસ.જી.હાઇવે ઉપર ઓફિસ ધરાવતા એક જંતુનાશક કંપનીના કર્મચારીએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપીઓ વિરુદ્ધ પોલીસે IPC ની કલમ 406, 420 અને 114 મુજબ ફરિયાદ નોધીને પોલીસે તપાસ હાથ ધરી હતી. આરોપીઓ પૈકી એક આરોપીને પોલીસે દિલ્હી એરપોર્ટ ઉપરથી ઝડપી પાડીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં 05 દિવસનાં રિમાન્ડ મેળવવા રજૂ કર્યો હતો. જો કે કોર્ટે આરોપીના 02 દિવસના રિમાન્ડ આપ્યા હતા.

વર્ષ 2019 માં આરોપીઓ ઝામ્બિયા ખાતે કંપની ધરાવતા હતા. જેમને કંપનીને વિશ્વાસમાં કેળવીને આશરે 5.40 કરોડ રૂપિયાનો માલ મંગાવ્યો હતો. તે પૈકી ટુકડે ટુકડે 1.40 કરોડ રૂપિયા ચૂકવી આપ્યા હતા. જો કે ત્યારબાદ આરોપીઓએ ફોન ઉપાડવાનું બંધ કર્યું હતું અને કોઈ જવાબ ફરિયાદી કંપનીને આપતા નહોતા. આમ 04 કરોડ જેટલા રૂપિયા ફરિયાદી કંપનીને લેવાના નીકળતા હોવાથી પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

સરકારી વકીલ ધીરુ પરમારે આરોપીના 05 દિવસના પોલીસ રિમાન્ડની માંગ કરતા રજૂઆત કરી હતી કે આ કેસમાં અન્ય કેટલા આરોપીઓ સંકળાયેલા છે તે જાણવાનું છે, આરોપીઓએ દવાનું શું કર્યું ? દવાઓ ખરેખર ઝાંબિયાની કંપનીને આપી છે કે કેમ ? અને તેના પૈસા ક્યાં વાપર્યા ? આરોપીઓના બેંક એકાઉન્ટ તપાસવાના છે. ઉલેલખનીય છે કે આ કેસમાં વિદેશી આરોપી પણ છે. ફરિયાદી કંપની 250 કરતા વધુ પ્રોડક્ટ બનાવતી હતી. ભારતમાં અનેક જગ્યાએ તેના ગોડાઉન આવેલા છે.

Social