ઓઢવમાં ટુ-વ્હીકલની ડેકી તોડી અજાણ્યો ચોર રૂ. 1.50 લાખની ચોરી કરી ફરાર

ઓઢવમાં રહેતા 35 વર્ષીય સચિન જૈન ઓઢવ કૈલાસ એસ્ટેટ વિભાગ 2માં આવેલ પદમ એન્ટરપ્રાઈઝની દુકાન ધરાવી ધંધો કરે છે. ગત 5 જુલાઇએ સાંજના સમયે તેઓ દુકાને હાજર હતા, ત્યારે મહેન્દ્ર સોમા આગંડિયા પેઢીમાંથી રૂપિયા લેવા માટેનો ફોન આવ્યો હતો.

  જેથી સચિનભાઈ ટુવ્હિલર લઈને આંગડિયા પેઢીમાં રૂપિયા લેવા ગયા હતા. અને રોકડા રૂ. 1.50 લાખ ટુવ્હિલરની ડેકીમાં મૂકીને સીંગરવા વેપારી મહામંડળ પાસેના અરીશા ટ્રેડિંગ કંપનીની બહાર ગેટ પાસે પાર્ક કરીને એક ઓર્ડર માટે ગયા હતા. કામ પૂર્ણ કરીને તેઓ પર ટુવ્હિલર પાસે આવ્યા ત્યારે ડેકી તૂટેલી હતી અને તેની અંદર મૂકેલા રૂ.1.50 લાખ ન હતા. જેથી કોઈ અજાણ્યા શખ્સે ટુવ્હિલરની ડેકી તોડીને રોકડની ચોરી કરી હોવાની જાણ થઇ હતી. આ અંગે સચિનભાઇએ અજાણ્યા શખ્સ સામે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.
Social