નવાપુરા બ્રિજ પાસે હોટલ નજીક પાર્ક કરેલ બાઇક ચોરી

સાણંદના નવાપુરા બ્રિજ પાસે પાર્ક કરેલ બાઇકની અજાણ્યા તસ્કરે ચોરી કરી ફરાર થતાં ચાંગોદર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ધોળકામાં રહેતા 23 વર્ષીય વિશાલકુમાર ભરતભાઈ ચાવડા ત્રાસદની ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને નવાપુરા ખાતે આવેલ ખાનગી કંપનીમાં વિશાલ તેના માસાને મળવા માટે બાઇક લઈને બપોરે ગયેલ અને બાઇક સંગમ ગેસ્ટ હાઉસ પાસે પાર્ક કરી કંપનીની અંદર ગયેલ અંગે પરત બહાર અંદાજે 40 મિનિટ પછી આવતા પાર્ક કરેલ જગ્યાએ બાઈક ન હતું, વિશાલએ આજુ-બાજુમાં તપાસ કરતા બાઇક મળ્યું ન હતું. આશરે રૂ.30 હજારની કિંમતનુ પાર્ક કરેલ બાઇકની અજાણ્યા ચોર ઇસમે ચોરી ફરી ફરાર થઈ જતાં બનાવને લઈને વિશાલકુમાર ચાવડાએ ચાંગોદર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Social