ગુજરાતના 162 તાલુકામાં મૂશળધાર વરસાદ, સૌથી વધુ લોધિકામાં નોંધાયો
રાજ્યમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. આ વરસાદથી ખેડૂતોમાં બમણી ખુશી જોવા મળી રહી છે. રાજ્યમાં અનેક જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે.ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 32 જિલ્લાના 162 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. રાજકોટના લોધિકા તાલુકામાં સૌથી વધુ 5 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે ગીરસોમનાથના વેરાવળ તાલુકામાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે. જૂનાગઢના વંથલી અને માણાવદરમાં 4.5 ઈંચ વરસાદ અને માળીયાહાટીના તાલુકામાં 4.1 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય 55 તાલુકાઓમાં 1 થી 4 ઈંચ વરસાદ વરસ્યો છે.
સરકારી આંકડા મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 162 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં રાજકોટના લોધિકામાં સૌથી વધુ 5.2 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે પાટણ વેરાવળમાં 5 ઇંચ, વંથલીમાં 5 ઇંચ, માણાવદર, કેશોદ, માળિયા હાટીનામાં 4 ઇંચ. સાબરકાંઠાના ભાભરમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે.રબંદરના રાણાવાવ, ભાણવડ. ધોરાજી, લાઢી, મેંદરાણા, કેશોદ, તલાલામાં ત્રણ ઇંચથી વધારે વરસાદ ખાબક્યો છે.સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. અમરેલી, દ્વારકા, રાજકોટ, ગીર-સોમનાથ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડતા કેટલાક વિસ્તાર પાણીમાં ગરકાવ જોવા મળ્યા હતા. રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.
