દ્વારકામાં એક જ પરિવારના 4 લોકો કરી સામુહિક આત્મહત્યા
દ્વારકામાં એક જ પરિવારના ચાર લોકોએ જીવન ટૂંકાવતાં ચકચાર મચી જવા પામી છે. એક જ પરિવારના ચાર લોકોએ ઝેરી દવા પી આપઘાત કરી લેતાં સમગ્ર પંથકમાં શોકનો માહોલ છે.ભાણવડ તાલુકાના ધારાગઢ ગામે એક જ પરિવારના ચાર લોકોના મોતની ઘટના સામે આવી છે. એક જ પરિવારના ચાર લોકોના મોતથી વિસ્તરામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. . ઘટનાને પગલે ભાણવડ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને સમગ્ર મામલે તપાસ કરી રહી છે. જ્યારે પરિવારજનોના મૃતદેહને ભાણવડ હોસ્પિટલ ખાતે લઈ જવાયા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં સામુહિક આપઘાતનો ચકચારી બનાવ સામે આવ્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ મોડપરના અને હાલ જામનગર રહેતાં પરિવારે સામુહિક આત્મહત્યા કરી છે. પતિ-પત્ની, દીકરા અને દીકરીએ આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં હાલ શોકની લાગણી જોવા મળી છે. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ સત્વરે ઘટનાસ્થળે પહોંચી હતી. આ તમામ પરિવારના સભ્યોને હોસ્પિટલ ખસેડાયા હતા, પણ તેઓ મૃત પામ્યા હતા. કયાં કારણસર આ પરિવારે આત્મહત્યા કરી છે તે હાલ જાણવા મળ્યું નથી,કોઇ સુસાઇડ નોટ પણ અત્યાર સુધી મળી નથી. પોલીસ અકસ્માતનો ગુનો નોંધીને વધુ ,સઘન તપાસ હાથ ધરી છે. પોલીસ ક્યાં કારણથી આત્મહત્યા કરી છે તે અંગેની જાણ માટે હાલ કામે લાગી છે.
