સનાથલ સર્કલથી પ્રતિબંધિત ઇ-સિગારેટ સાથે સરસપુરનો યુવક પકડાયો
સાણંદના સનાથલ સર્કલ પાસેથી ચાંગોદર પોલીસે પ્રતિબંધિત વસ્તુ ઇ. સીગારેટનું ખાનગીમાં વેચાણ કરવા જતાં અમદાવાદના સરસપુરમાં રહેતા યુવકને રૂ.36600ના મુદ્દામાલ સહતે પકડાયો હતો અને યુવક વિરુદ્ધમાં ધી પ્રોહીબિશન ઓફ ઇલેક્ટ્રોનિક સીગારેટસ એકટ 2019 ની કલમ અંતર્ગત ગુનો નોંધયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ચાંગોદર પોલીસ સ્ટેશનના ધનરાજસિંહ નારણસિંહને બાતમી મળેલ કે એક ઇસમવાદળી કલરનું એક્ટીવા લઈ પ્રતિબંધિત વસ્તુ ઇ. સીગારેટનું ખાનગી રીતે વેચાણ કરવા સનાથલ સર્કલથી પસાર થનાર છે જેથી પીએસઆઈ આર.ડી.દિવાકર તેમજ પોલીસ ટીમે વોચ ગોઠવીને સ્કૂટર પર આવતા અમદાવાદના મીહીર ચંદ્રકાંત પટેલ (રહે-મકાન નં 1239 સરસપુર)ને પકડી બેગમાંથી જુદી-જુદી ફફ્લેવરની ઈ. સીગારેટના 4 બોશ મળી આવ્યા હતા અને પોલીસે તપાસમાં એક વેપની કિ.રૂ.-1650/-માં વેચાણ કરતો હોવાનું જણાવેલ, જેથી પોલીસે ઈ.સીગારેટ, મોબાઇલ, એક્ટીવા મળી કુલ રૂ. 36600નો મુદ્દામાલ જપ્ત કરી ઈસમ વિરુદ્ધમાં ચાંગોદર પોલીસે ગુનો દાખલ કર્યો

