પ્રાંતિજના કમાલપુરના જવાનના પાર્થિવ દેહને માદરે વતન લાવવામાં આવ્યો, અંતિમયાત્રામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
પ્રાંતિજના કમાલપુરના જવાનનું ટ્રેનિંગ દરમિયાન હાર્ટ એટેકથી મોત નીપજ્યું હોવાના સમાચારથી પરિવારજનોમાં શોકનુ મોજુ ફરી વળ્યું હતું. આજે મૃતક જવાનના પાર્થિવ દેહને માદરે વતન લવાતા અંતિમયાત્રામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. પ્રાંતિજમાં દેશભક્તિના ગીતો સાથે નીકળેલી અંતિમયાત્રામાં સાબરકાંઠા-અરવલ્લી સાંસદ, પ્રાંતિજના ધારાસભ્યએ ઉપસ્થિત રહીને શ્રદ્ધાજંલિ અર્પી હતી. પ્રાંતિજ તાલુકાના કમાલપુરના પરમાર જય કુમાર દશરથભાઈ જેઓ બી.એસ.એફ માં ફરજ દરમિયાન કમાન્ડો ડ્રેનિંગમાં દોડતા દોડતા હાર્ટ એટેક આવ્યો હતો. શહીદની અંતિમ યાત્રામાં પ્રાંતિજ ખાતે સાબરકાંઠા અરવલ્લી લોક સભાના સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ ઉપસ્તિથ રહી ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને તેમના પરિવારજનોને અચાનક આવી પડેલ દુઃખ સહન કરવાની સાંત્વના આપી હતી.જ્યારે આ અંતિમ યાત્રા પ્રાંતિજ ટોલ ટેક્સ થી કમાલપુર ગામ સુધી નીકળતા ગ્રામ જનોની આંખો નિમ થઈ ગઈ હતી. જ્યારે વીર શહીદ જય કુમારને શ્રદ્ધાંજલિ આપવા માટે પટેલ દિપેશ ગુજરાત પ્રદેશ પ્રમુખ ગુજરાત પેરામિલેટ્રી સંગઠન તેમજ હોદ્દેદારો હાજર રહ્યા હતા.
