શેરબજારમાં નફાની લાલચ આપી વકીલ સાથે 40 લાખની છેતરપિંડી

થલતેજમાં રહેતી મહિલા વકીલે ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ જોતા, શેરબજાર-આઈપીઓમાં રોકાણની લિંક ક્લિક કરી વોટ્સએપ ગ્રૂપમાં જોડાયા બાદ શેરબજારની અલગ અલગ ટિપ્સ વાંચતા રોકાણથી ફાયદો થવાની લાલચ આપી 40.04 લાખનું રોકાણ કરાવ્યું હતું.

મહિલાએ રોકેલા નાણાં-નફો મેળવવા ફોન કર્યો તો ફોન સ્વિચઓફ આવતા પોતે છેતરાયાની જાણ થતા તેમણે ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

     થલતેજમાં રહેતાં વકીલ 20 જૂને ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ જોતાં હતાં ત્યારે શેરબજારમાં યંગ જનરેશન કેવી રીતે રોકાણ કરે છે તેની રીલ્સ જોતી હતી. જે રીલ્સની લિંક પર ક્લિક કરતાં જ મહિલા એક વોટ્સએપ ગ્રૂપમાં જોડાઈ ગઈ હતી. જે ગ્રૂપમાં શેરબજારમાં રોકાણની ટિપ્સ અપાતી હતી. જેને જોતાં મહિલાને રોકાણની લોભામણી લાલચ આપી એક એપ્લિકેશન ડાઉનોડ કરાવી તેનું એકાઉન્ટ બનાવડાવી આઈપીઓમાં રોકાણ કરવાથી વધુ નફાની લાલચ આપતા, તેણે નાણાંના રોકાણ પેટે એકાઉન્ટમાં નાણાં જમા કર્યા હતા.

મહિલાને વિશ્વાસ આવી ગયા બાદ અલગ અલગ સમયે રૂ.40.04 લાખનું રોકાણ કર્યું હતું. ત્યારબાદ રોકાણ કરેલા નાણાં તથા નફો માગતા કોઈ ના કોઈ બહાને ગઠિયાઓ પૈસા ભરાવવાની વાત કરી, પૈસા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાની મેનેજમેન્ટ ફીના પૈસા ભરવાનું કહેતાં મહિલાને પોતાની સાથે ઓનલાઈન ફ્રોડ થયાનું જણાતા મહિલાએ સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Social