મોરૈયા હાઇવે પર કાર અને ખાનગી બસ અથડાતાં 1 વ્યક્તિનું મોત

મોરૈયા પાસે કારમાં ચાલકને ઝોકું આવતા હાઇવે પર ઉભેલ બસ પાછળ ધકડાભેર અથડાતાં એક વ્યક્તિનું મોત થયું, જ્યારે ચાલકને ઇજાઓ થઈ હતી.

          દ્વારકાથી કારમાં શૈલેષભાઈ પ્રવીણભાઈ ભાવસાર અને ધવલ છબીલદાસ ભાવસાર બંને જણા અમદાવાદ આવવા નીકળેલા અને બાવળા સરખેજ હાઈવે રોડ ઉપર સાણંદના મોરૈયા બ્રિજ પહેલા શૈલેષભાઈ પ્રવીણભાઈ ભાવસારને ઝોકુ આવી જતા એકાએક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર હાઇવે બાજુમા ઉભેલ ખાનગી બસની પાછળ અથડાતા ચાલક શૈલેષભાઈને ઈજાઓ થઈ હતી જ્યારે ગાડીની ડ્રાઈવર સીટની બાજુમા બેસેલ ધવલ છબીલદાસ ભાવસારને માથા, શરીરના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. અકસ્માત અંગે 108 એમ્બ્યુલન્સને જાણ કરતાં 108 ટીમ ઘટના સ્થળે દોડી આવી ધવલભાઈને મરણ જાહેર કર્યા હતા અને ઇજાગ્રસ્ત શૈલેષભાઈને સોલા સીવીલ હોસ્પીટલ ખસેડયા હતા. અકસ્માત અંગે તેઓના સબંધીને જાણ થતાં રાત્રે મોરૈયા ખાતે દોડી આવ્યા હતા અને મૃતક ધવલભાઈની લાશને પીએમ માટે પી.એમ સાણંદ સરકારી દવાખાને ખસેડી હતી. અકસ્માત અંગે કુણાલ રમણીકલાલ ભાવસારે ચાંગોદર પોલીસમાં શૈલેષભાઈ સામે ફરિયાદ કરતાં શૈલેષભાઈ સામે ગુનો દાખલ કરાયો છે. છે.
Social