રાજપૂત વિકાસ ટ્રસ્ટ દ્વારા આગામી સમયમાં સમૂહલગ્નનું આયોજન કરાય : નટુભા વાઘેલા -ગોધાવી : સાણંદ રાજપૂત સ્નેહમિલનમાં લગ્નપ્રસન્ગોમાં દેખાડાના કુરિવાજોને ડામવા આગેવાનોની અપીલ

રાજપૂત વિકાસ ટ્રસ્ટ સાણંદ દ્વારા રવિવારે શહેરના સોમનાથ પાર્ટી પ્લોટ ખાતે નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહ યોજ્યો હતો જેમાં આગેવાનો દ્વારા સમાજને લગ્ન પ્રસન્ગોમાં દેખાડાના કુરિવાજોને ડામવાની અપીલ કરવામાં આવી હતી.
સાણંદના આ કાર્યક્રમમાં સમારંભના મુખ્ય મહેમાન તરીકે ડો સી. જે.ચાવડા (ધારાસભ્ય, વિજાપુર) અતિથિ વિશેષ તરીકે બાબુસિંહ જાદવ(ધારાસભ્ય, વટવા), કિરીટસિંહ ડાભી (ધારાસભ્ય, ધોળકા) ખાસ ઉપસ્થિત રહ્યા હતા અગ્રણીઓ નટુભા વાઘેલા ગોધાવી, અણદુભા વાઘેલા કાણેટી, જિલ્લા પંચાયત પ્રમુખ કંચનબા જગદીશસિંહ વાઘેલા, તાલુકા પંચાયત પ્રમુખ વસઁતબા કિરીટસિંહ વાઘેલા , રાજપૂત વિકાસ સંઘ પ્રમુખ અનિલસિંહ વાઘેલા ગોધાવી ,મંત્રી નવલસિંહ વાઘેલા પીંપણ અને સંયોજક દિગ્વિજયસિંહ વાઘેલા (લેખમ્બા), સહિતના આગેવાનો તેમજ રાજપૂત સમાજના લોકો મોટી સંખ્યમાં ઉપસ્થિત હતા.કાર્યક્રમમાં આગેવાનોએ સમાજના યુવાઓમાં શિક્ષણનું પ્રમાણ ઓછું હોવાની ચિંતા વ્યક્ત કરી હતી . વિજાપુરના ધારાસભ્ય ડો સી જે ચાવડાએ જણાવ્યું હતું કે રાજપૂત સમાજે સમય સાથે ચાલવા શિક્ષણમાં આગળ આવવું પડશે એ એકમાત્ર વિકલ્પ છે. બીજી તરફ આગેવાનોએ સમાજમાં લગ્ન અને અન્ય પ્રસંગોએ થતા દેખાડા અને ખોટા ખર્ચ પર પ્રતિબંધની વાત કરી હતી અને સાણંદના રેથલ અને પીંપણ ગામના આગેવાનોએ સર્વ સંમતિ થી લાદેલા પ્રતિબંધોને ઉદાહરણ રૂપ ગણાવી આ બંને ગામોનું ભવ્ય સન્માન કર્યું હતું અને અન્ય ગામો પણ આમાં જોડાઈ આ પ્રતિબંધો સવકારે તેવી અપીલ કરી હતી .સમાજરત્ન એવા નટુભા વાઘેલા ગોધાવીએ રાજપૂત વિકાસ ટ્રસ્ટદ્વારા આગામી સમયમાં સમૂહલગ્નનું આયોજન કરાય તેવી પ્રસ્તાવના મૂકી હતી જેને સમાજના આગેવાનો અને ટ્રસ્ટના હોદ્દેદારોએ વધાવી લીધી હતી અને આ દિશામાં નક્કર કાયર માટે ખાતરી આપી હતી .
લગ્ન પ્રસંગે કરેલા પ્રતિબંધો નું એક આવકારદાયક પગલું.
સાણંદ તાલુકા ના રેથલ, અને પીપંણ ગામ ના રાજપૂત સમાજ દ્વારા લગ્ન પ્રસંગે ખોટા ખર્ચા ઉપર પ્રતિબંધ લગાવી ને એક આવકારદાયક પગલું ભર્યું છે.
-. લગ્ન માં ઘોર પ્રથા (પૈસા ઉડાડવાની પ્રથા)
-દારૂ , દારૂખાનું, બંદૂક ભડાકા, બેન્ડ વાજા, ડી જે, સદંતર બંધ.
-બાબરી, જન્મદિન, જેવા પ્રસંગો ઘર મેળે ઉજવવા એવું સર્વાનુમતે નક્કી કરેલ છે.
અને આ પ્રતિબંધો નો અમલ છેલ્લા ૧૦ વર્ષ થી આ બને ગામો નો રાજપૂત સમાજ કરી રહ્યો છે.