અમદાવાદના મણિનગરમાં દેવું થતા મિત્રની કાર ચોરી કરનાર યુવક પકડાયો
અમદાવાદના ન્યૂ મણિનગરમાંથી રૂ.12 લાખની કારની ચોરી થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી પોલીસે તપાસ કાર ચોરી કરનાર ઈસમને પડકાયો હતો, જેની પૂછપરછ દરમિયાન અગાઉ જે કારખાનામાં નોકરી કરતો હતો તેની જ કાર ચોરી કરી હોવાનું તથા ધંધામાં દેવુ થઈ જતા કાર ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ચોરીમાં ગયેલ કાર જપ્ત કરી હતી.
ન્યૂ મણિનગરમાંથી કારની ચોરી થઈ હતી, જે મામલે રામોલ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બાતમીના આધારે કાર ચોર પ્રતીક સુથારની ધરપકડ કરી છે. આરોપીની પૂછફરછ દરમિયાન તે તલોદમાં રહેતો હોવાનું તથા અગાઉ બાકરોલમાં પોતાના મિત્ર કિંજલ ગોહેલના કારખાનામાં નોકરી કરતો હતો. થોડા મહિના નોકરી કર્યા બાદ પોતાનો ધંધો શરૂ કર્યો હતો. જો કે ધંધામાં મોટું નુકશાન થતા દેવુ થઈ ગયુ હતુ. જેના કારણે તે તેના મિત્ર કિંજલના કારખાને ગયો હતો અને ત્યાં સ્કોડા કારની ચાવી લઈને કારની ચોરી કરી લીધી હતી. ત્યારબાદ કારની નંબર પ્લેટ કાઢી નાખી હતી અને કારનો કલર પણ બદલી નાખ્યો હતો. ત્યારબાદ પોતાના મિત્રોને ગાડીમાં બેસાડીને રોફ મારતો હોવાનું જણાવ્યું હતુ. હાલ પોલીસે ચોરી કરેલ કાર જપ્ત કરી પ્રતીકની પૂછપરછ શરૂ કરી છે.
