રાજ્યના આ વિસ્તારોમાં અનરાધાર વરસાદની આગાહી, અમદાવાદ-ગાંધીનગર માટે 24 કલાક ભારે

રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી છે. જેમાં રાજ્યમાં ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાંધીનગર -અમદાવાદ માટે 24 કલાક ભારેની આગાહી કરાઈ છે. તો દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, છોટાઉદેપુર, દમણ, દાદરાનગર હવેલી, સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે.

રાજ્યમાં આજથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. તથા સુરત, નવસારી વલસાડમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. તેમજ સૌરાષ્ટ્રમાં પણ અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી છે. સાથે જૂનાગઢ, ભાવનગર, અમરેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. તેમજ ગીર સોમનાથ અને દીવમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે મધ્ય ગુજરાત, વડોદરા, નર્મદા, ભરૂચમાં અતિભારે વરસાદની આગાહી છે. તથા રાજકોટ, જામનગર, પોરબંદર તથા દ્વારકા, બોટાદમાં અતિભારે વરસાદની આગાહી સાથે અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી છે.

બનાસકાંઠા, પાટણ, મહેસાણા તથા સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ તથા ખેડા, આણંદ, પંચમહાલ અને મહીસાગર, સુરેન્દ્રનગર, મોરબીમાં ભારે વરસાદની આગાહી છે. ગુજરાતના 181 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં ખાસ કરીને અષાઢનો બીજો રાઉન્ડ દક્ષિણ ગુજરાતમાં માટે ભારે હોય તેવુ લાગી રહ્યું છે. સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 14 ઈંચ વરસાદ વરસ્યો છે. તો બીજી બાજુ ભરુચના નેત્રંગમાં સાડા 7 ઈંચ વરસાદ અને ગરુડેશ્વર – નાંદોદમાં સાડા 5 ઈંચ વરસાદ વરસ્યો છે. આ સાથે 9 તાલુકામાં 2 ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે. 51 તાલુકામાં એક ઈંચ કરતા વધુ વરસાદ તો 129 તાલુકામાં સામાન્યથી એક ઈંચ સુધી વરસાદ વરસ્યો છે.

સુરતના ઉમરપાડામાં સાંબેલાધાર વરસાદથી ગોંડલિયા ગામે પસાર થતી વીરા નદી ગાંડીતૂર બની છે. ગોંડલિયા ગામે વીરા નદીનો લો-લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. લો-લેવલ બ્રિજ પરથી પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો..જેથી અહીંયાથી અવરજવર બંધ થઈ ગઈ. ઉમરપાડામાં બારે મેઘ ખાંગા થતાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી છે. સુરતના ઉમરપાડામાં SDRFની ટીમને એલર્ટ મોડ પર રખાઈ છે.

મૂશળધાર વરસાદને પગલે નર્મદાના નાંદોદનું લાછરસ ગામ પાણીમાં ગરકાવ થયું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. સતત વરસાદથી લાછરસ ગામમાં કમર સુધીના પાણી ભરાઈ ગયા છે. ગામમાં આવવા જવાનો રસ્તો બંધ થતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો સામે આવ્યા છે.

Social