PCBની ટીમે અમરાઇવાડી, દાણીલીમડા અને નરોડામાં દરોડા પાડીને દારૂનો જથ્થો ઝડપી લીધો
શહેરમાંથી PCBની ટીમે અમરાઇવાડી, દાણીલીમડા અને નરોડામાં દરોડા પાડીને દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. જ્યારે ચાર બૂટલેગરોને પણ ઝડપી લીધા છે.અમરાઇવાડી સત્યમનગર શાકમાર્કેટ સામે જાહેરમાં કેટલાક તત્ત્વો દારૂનું વેચાણ કરી રહ્યા હોવાની જાણ થતાં PCB એ રેડ કરી 44 બોટલ વિદેશી દારૂની બોટલ સાથે રવિ ઉર્ફે ભુરિયા ચૌહાણને ઝડપી લીધો હતો.
બીજી રેડમાં પોલીસે દાણીલીમડા છીપા સોસાયટી મુરગી ફાર્મ પાસે પણ સુલતાન નિહાલભાઇ શેખ દેશી દારૂનો વેપલો કરી રહ્યો હતો. પોલીસે તેની પાસેથી 22 બોટલ દારૂ ઝડપીને સુલતાનને ઝડપી લીધો હતો. જ્યારે તેના સાથીદાર ઇમરાન અને એજાઝને પકડવા કવાયત શરૂ કરી છે. નરોડાના અરવિંદસિંહ અને રવિન્દ્રસિંહ સેન્ટ્રો ગાડી, રિક્ષા અને એક્ટિવા પર ગ્રાહકોને દારૂની હોમ ડિલિવરી કરતા હોવાની બાતમીને આધારે પીસીબીએ તેમને ઝડપી લઇ તેમની પાસેથી વિલાયતી દારૂની 33 બોટલ સાથે ગાડી, રિક્ષા અને એક્ટિવા કબજે લીધી છે. જ્યારે રાજસ્થાનથી તેમના માટે દારૂ મોકલતા અરવિંદસિંહના દીકરા મહાવીરસિંહે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ આદરી છે.
