આણંદમાં ટ્રક-બસના અક્સ્માતમાં 6નાં મોત

આણંદ નજીક અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર મહારાષ્ટ્રથી રાજસ્થાન જઈ રહેલી લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 6 લોકોના મોત થયા છે. જ્યારે 8 લોકોને ઈજા પહોંચી છે. હજુ પણ મૃત્યુંઆક વધવાની સંભાવના છે.

આ અંગે હાલમાં પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે, બસનું ટાયર ફાટતાં સાઈડમાં ઊભી હતી. ત્યારે ડ્રાઈવર, ક્લિનર તેમજ કેટલાક મુસાફરો પણ બસમાંથી ઊતરી ડિવાઈડર પર બેઠા હતા. તે સમય અચાનક પુરપાટ ઝડપે આવી રહેલી ટ્રકે બસને પાછળથી ટક્કર મારી અને બસ ડિવાઈડર પર બેસેલા લોકો પર ફરી વળી હતી. આ ઘટનામાં 6 લોકો કચડાઈ જતા તેમના મોત થયા છે. જ્યારે અન્ય 8 લોકોને ઈજા પહોંચી છે. અકસ્માતની જાણ થતાં બનાવ સ્થળે સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ તેમજ 108ની ટીમ પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોને આણંદની જનરલ હોસ્પિટલ તેમજ કરમસદ મેડિકલ હોસ્પિટલ અને વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે, આ લક્ઝરી બસ મહારાષ્ટ્રથી રાજસ્થાન તરફ જઈ રહી હતી.

મૃતકોના નામ

  1. પ્રેમાદેવી પ્રકાશચનંદ જૈન
  2. પુનમચંદ હુકમીચંદ જૈન
  3. ભંવરલાલ ગીરધારીલાલ રાવ
  4. નૈનીદેવી હેનસીંગ
  5. રાજવીબેન સુરેશભાઈ સુથાર
  6. સોનુ નારાયણ જાટ

ઈજાગ્રસ્તોના નામ

  1. રાજેશભાઈ ખત્રી
  2. મીનાબેન રાજેશભાઈ ખત્રી
  3. અંબાલાલ કુમાવત
  4. સુરેશ નંદકિશોર
  5. વિષ્ણુ રંગલાલ જાટ
  6. સંતોષકુમારી ભરતસિંહ રાજપૂત
  7. નારસિંગ લક્ષ્મણસિંહ નસારા
  8. મોતીલાલ ગુંદાભાઈ ડિંડોલ
  9. કરણ અવધેશરામ (ટ્રકચાલક)
Social