ધાંગધ્રાના સંસ્કારધામ ગુરુકુળ ગૌશાળામાં ઘાસચારાના ગોડાઉનમાં આગ ભભૂકી
ધાંગધ્રાના સંસ્કારધામ ગુરુકુળ ગૌશાળામાં ઘાસચારાના ગોડાઉનમાં મોડી રાત્રે આગ ભભૂકી ઉઠી હતી. જેથી દોડધામ મચી હતી. ગૌશાળાની અંદર આગ લાગતા ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે જઈને આગને કાબૂમાં લીધી હતી. હજી સુધી આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે.
ગૌશાળાના ઘાસચારાના ગોડાઉનમાં આગ લાગતા જ ધ્રાંગધ્રા નગરપાલિકા ફાયર ફાઈટરની ટીમ આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા બનાવના સ્થળે દોડી ગયા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો. કોઈ જાનહાનિ ન થતાં લોકોએ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
