વિરમગામ નગરના મુખ્ય માર્ગ પરના 45 જેટલા દબાણ હટાવી રસ્તા ખુલ્લાં કરાયા

વિરમગામમાં મુખ્ય માર્ગે પર ટ્રાફિકને અડચણરૂપ ગેરકાયદે 20 લારી ગલ્લા સહિત 45 જેટલા દબાણો હટાવીને રોડ ખુલ્લા કરવામાં આવ્યા હતા. ગોલવાડી દરવાજા થી ભરવાડી દરવાજા સહિત વિરમગામ શહેરના નાના-મોટા ગેરકાયદે દબાણો એક વર્ષ પહેલા મેગા ડિમોલેશન હેઠળ દૂર કરવામાં આવ્યા હતા ત્યારબાદ ફરી ગેરકાયદે દબાણ થતાં ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. વિરમગામ નગરપાલિકા એ પોલીસ ટિમ સાથે મળી ટ્રાફિકને અડચણરૂપ લારી ગલ્લા સહિત નાના મોટા ગેરકાયદે બાંધકામ દૂર કર્યા હતા.

Social