સાણંદમાં કાલે “વૃક્ષયાત્રા” નીકળશે.
સાણંદ, કાણેટી રોડ પર આવેલ નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આવતી કાલ 17 જુલાઈ ના રોજ સાણંદ નગરમાં વૃક્ષયાત્રા નીકળશે. સાણંદ વનવિભાગના રેન્જ અધિકારી વિરેન્દ્રસિંહ સોનાગ્રા તથા પ્રમુખશ્રી સાગરસિંહ વાઘેલા તથા પ્રધાનાચાર્યના હસ્તે સવારે 8:30 કલાકે વૃક્ષયાત્રાને પ્રસ્થાન કરાવશે. જેમાં શાળાના બાળકો સાણંદની ધરાને વધુ હરિયાળી બનાવવા 2000 જેટલા વિવિધ છોડો લઇ સાણંદ નગરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ કરી વૃક્ષ વાવો, પર્યાવરણ બચાવો તથા ‘એક પેડ માં કે નામ’ નો સંદેશ આપશે. શાળાના કુલ 500 બાળકો સાણંદ નગરના મુનીકૃપા રોડ, કોલટ રોડ, હાજરી માતા રોડ, બાવળા રોડ, નળસરોવર રોડ, અમદાવાદ રોડ અને એકલિંગજી રોડના વિસ્તારોમાં સોસાયટી, મહોલ્લામાં જઈ ત્યાનાં રહીશો સાથે વૃક્ષારોપણ કરી તેમને વૃક્ષના જતન અને માવજત માટે સંકલ્પપત્ર ભરાવશે. જે નાગરિક વૃક્ષનું જતન, માવજત કરી સારો ઉછેર કરશે તેણે સંસ્થાના વાર્ષિક મહોત્સવ “ઉડાન” કાર્યક્રમમાં ‘વૃક્ષમિત્ર પુરસ્કાર’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. તેમ શાળાના પ્રમુખ સાગરસિંહ વાઘેલા તેમજ પ્રધાનાચાર્ય ડૉ.મનીષ દેત્રોજાએ જણાવ્યું હતું. તથા સાણંદ નગરના રહીશોને વૃક્ષયાત્રાનો લાભ લેવા નમ્ર અનુરોધ છે.
