સાણંદના બાયપાસ “TP 5” પર ખાડાનું સમારકામ કરવા માંગ
સાણંદનો બાયપાસ રોડ પર અનેક જગ્યાએ નાના મોટા ખાડા પડી જવા પામ્યા છે. આ રોડ પરથી અનેક વાહન ચાલકો પસાર થતાં હોય છે જેઓને ભારે હાલાકી ભોગવી પડી રહી છે.
સાણંદ બાયપાસને કારણે સાણંદ શહેરનો મુખ્ય એવો ટ્રાફિકનો પ્રશ્ન મહદંશે ઉકેલાયો છે ત્યારે જો આ રોડ તૂટી જશે તો આ ટ્રાફિકની સમસ્યા ફરી પાછી સાણંદને ભરડો લેશે. આ બાયપાસ રોડનું તાકીદે નવીનીકરણ કરવામાં આવે તેવી માંગ શહેરીજનોમાં ઉઠવા પામી છે.
