બગોદરા પાસે ટ્રકની કેબિનમાંથી 9.52 કિલો ગાંજા સહિત 2 શખસ પકડાયા

બગોદરા પોલીસે વાહન ચેકીંગ દરમ્યાન ટ્રકના કેબીનમાંથી છણીયાનાં કોથળામાંથી 9.525 કિલોગ્રામ ગાંજો જપ્ત કરી રૂ.15,97,750નો મુદામાલ કબ્જે કરીને 2 યુવકને ઝડપી લઇ ગાંજો મંગાવનાર અને વેચાણ આપનારને વોન્ટેડ જાહેર કરી 4 વિરૂદ્ધ NDPS એકટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
બગોદરા પોલીસ ટિમ તારાપુર ત્રણ રસ્તા સહયોગ હોટલ પાસે વાહન ચેકીંગ કરી રહી હતી. અને એક ટ્રક નીકળતાં તેને ઉભી રાખીને ચેકીંગ કરતાં ટ્રકની કેબીનમાંથી કોથળામાંથી ગાંજો મળ્યો હતો. જેથી બગોદરા પી.એસ.આઇ. જી.કે.ચાવડા, એસ.ઓ.જી.
ટિમ તપાસ કરતાં 9.525 કિલોગ્રામ ગાંજો મળી આવતાં પોલીસે કુલ 15,97,750 રૂપીયાનો મુદામાલ કબ્જે કરીને જામનગરના મોહસીન મહંમદભાઇ શેખ, અને નવાઝ આરીફભાઇ બલોચ ને ઝડપી લઇ જેલમાં ધકેલી દીધા હતા. ત્યારબાદ આ ગાંજો કોની પાસેથી લાવ્યા હતાં અને કોણે મંગાવ્યો હતો તેની કડક પૂછપરછ કરતાં ગાંજો સલમાનભાઇ બલોચ, રહેવાસી, ધરાનગર-2 શહીદી ચોક આગળ, જામનગરે મંગાવ્યો હતો અને મહારાષ્ટ્રનાં સાંઇરામ પાસેથી ગાંજો વેચાણ લીધો હતો તેવી કબૂલાત કરતાં બંનેને વોન્ટેડ જાહેર કરી ચારેય વ્યક્તિ વિરૂદ્ધ એન.ડી.પી.એસ.એકટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.આ બનાવથી ચકચાર મચી હતી. બગોદરા પોલીસ અને એસ.ઓ.જી.એ એક વ્યકિતને વોન્ટેડ જાહેર કરી ગુનો દાખલ કર્યો

Social