જોધપુર વિસ્તારમાં 17 વર્ષની સગીરાએ આપઘાત કર્યો

અમદાવાદના જોધપુર વિસ્તારમાં 17 વર્ષની સગીરાએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી. વિગતે વાત કરવામાં આવે તો, જોધપુર વિસ્તારમાં રત્નમણી કોમ્પલેક્ષમાં આ ઘટના બનવા પામી. મળતી માહિતી પ્રમાણે માનસી પરમાર નામની યુવતીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું.

સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે માનસી પરમાર નામની સગીરાએ 8માં માળેથી સવારના સમયે ઝંપલાવી જીવન ટૂંકાવ્યું . જેથી આસપાસના વિસ્તારોમાં ચર્ચાનો વિષય બન્યો. નોંધનીય છે કે, સગીરાએ અગમ્ય કારણોસર 8માં માળેથી પડતું મૂકી આત્મહત્યા કરી લીધી. સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે સેટેલાઈટ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી.

Social