સાણંદના નળ ત્રણ રસ્તા પાસે ગંદકીથી રાહદારીઓ ત્રાહિમામ
સાણંદ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં યોગ્ય સફાઇના અભાવે શહેરમાં ગંદકીના લીધે નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગંદકીના લીધે મચ્છરનો ઉપદ્રવ વધતા શહેરમાં રોગચાળો થવાની લોકોને ભીતિ રહેલી છે.
સાણંદમાં કાલુપુર બેન્ક પાસે ચોમાસુ શરૂ થતાંની સાથે વરસાદી પાણીનો ભરાવો થયો છે, બેકની આસપાસ દુકાનો આવેલ છે માર્ગ પર રાહદારીઓની મોટી સંખ્યામાં અવરજવર રહેલી છે પણ કચરો અને પાણી ભરાઈ રહેવાના લીધે અસંખ્ય મચ્છરોનો ફેલાવો થતાં રાહદારીઓ ત્રાહિમામ ઉઠ્યા છે. ત્યારે શહેરમાં યોગ્ય સફાઈ કરી દવા છંટકાવ કરાવવા લોક માંગ ઉઠી છે.

