ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 158 તાલુકામાં મૂશળધાર વરસાદ, વેરાવળમાં પાંચ ઇંચ નોંધાયો
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે, રાજ્યમાં મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે જેના લીધે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં મેઘની મહેર જોવા મળી હતી. ભારે વરસાદના લીધે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે. જ્યારે છેલ્લા 24 કલાકના વરસાદન આંકડાની વાત કરીએ તો, આ દરમિયાન 158 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યાં સૌથી વધુ વેરાવળમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 158 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. સૌથી વધારે વેરાવળ, માણાવદર, વિંછીયામાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે માંગરોળ, માળિયા હાટીનામાં 4.5 ઇંચ પડ્યો છે.
ઉપરાંત ખેડબ્રહ્મામાં 4 ઇંચ, ખંભાળિયામાં 3 ઇંચ વરસાદ પડ્યો છે. બીજી બાજુ, વડગામ, દાંતા, કલ્યાણપુર, દ્વારકામાં 2.75 ઇંચ ખાબક્યો છે.રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં પાંચ દિવસ ભારે વરસાદ પડવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે. તંત્રને એલર્ટના નિર્દેશ આપવામાં આવ્યા છે
